સિહોર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતિની જોરદાર ઉજવણી કરવામાં આવી

સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે  નેતાજી સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતિની નિમિત્તે સુભાષચંદ્ર બોઝની જીવનગાંથા અને શોર્ય સંધ્યાનું  જોરદાર આયોજન કરવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, યુવા યુગ પરિવર્તન સંગઠન ના ઉપક્રમે અને યુવા પરશુરામ ગ્રુપના સહયોગથી  આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી , દિલુદાન ગઢવી, ફિરોઝ ડેરૈયા એ રાષ્ટ્ર અને દેશ ભક્તિના ગીતોથી વાતાવરણમાં શોર્યરસ ભરી દીધો હતો.તેમજ આવા  કાર્યક્રમમાં લોકોની ઓછી હાજરીને કલાકારોએ જાહેરમાં ઝાટકણી કાઢી હતી.

આ કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: