શિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનની 11 મી વર્ષ ગાંઠ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી.

શિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનની 11 મી વર્ષ ગાંઠ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી.

આ વર્ષે 15મી ઓગષ્ટના રોજ યુવા યુગ પરિવર્તન સંગઠનની 11મી વર્ષગાંઠ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયેલ જેમાં ચાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓના ઇનામ વિતરણ ની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ જેવા કે રામજી દાદા મકવાણા ,નટુભાઈ ત્રિવેદી, ધવલભાઇ રાજગુરુ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા તેમજ અન્ય સંસ્થાઓ કે જે અવિરત પણે તેમજ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે તેમાંથી પાંચ જેટલી સંસ્થાઓ જેવી કે પોલીસ સ્ટેશન,ટ્રાફિક બ્રિગેડ ,૧૦૮ ઇમરજન્સી સર્વિસ ,ધી સિહોર એજ્યુકેશન સોસાયટી તેમજ પીજીવીસીએલ ને અભિવાદીત કર્યા હતા.તેમજ YYP ના બે યુવા સભ્યો કે જેઓએ રાજ્ય તેમજ આતરરાજ્ય માં વિશિષ્ટ પરફોર્મન્સ આપી નામ રોશન કરવા બદલ તેઓને પણ YYP ગૌરવ પદે સન્માનિત કર્યા હતા.

YYP સંસ્થાનો ઉદ્દેશ સમાજની અંદર રહેલા દરેક વ્યક્તિઓમાં જાગૃતતા તેમજ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટેના દરેક સઘળા પ્રયાસો અવિરત આ સંગઠન કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો,નગર શ્રેષ્ઠીઓ ,અધિકારીઓ શાળાના આચાર્યશ્રી ,સંચાલકશ્રી તેમજ શિક્ષક શ્રી ઓ ,તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ વાલીગણ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી.
સમગ્ર સંચાલન યુવાયુગ પરિવર્તન સંગઠન ગ્રુપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી આ સંસ્થા કાર્યરત છે જેમાં વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા,વ્યસનમુક્તિ ,સ્વદેશી અભિયાન ,બ્લડ ડોનેશન કેમ્પ,વૃક્ષારોપણ નિશુલ્ક પણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું તેમજ શિહોર ની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈનામ વિતરણ જેવા વિવિધ પ્રકારના કાર્યો છેલ્લા ૧૧ વર્ષથી કરી રહી હોય સાથે-સાથે વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વના વિકાસ માટે નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા ,ચિત્રસ્પર્ધા ,સ્વામી વિવેકાનંદજી કસોટી ,ગરબા મહોત્સવ, રમતોત્સવ તેમજ 15 મી ઓગસ્ટ યુવા યુગ પરિવર્તનના સ્થાપના દિવસે સિહોરની દરેક શૈક્ષણિક સંસ્થાઓને સાથે રાખી એક જ મંચ પર સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમો નું સફળ આયોજન આ સંગઠન દ્વારા કરવામાં આવેછ

Translate »
%d bloggers like this: