સિહોરના આર્મીમેન વિજયભાઈ છેલાણા સેવા નિવૃત થતા વતન પરત આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

સિહોરના આર્મીમેન વિજયભાઈ છેલાણા સેવા નિવૃત થતા વતન પરત આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

 

સિહોરના યુવાન વિજયભાઈ વાલજીભાઈ છેલાણા જે ૧૭ વર્ષથી ફરજ બજાવી રહયા હતાં. જેઓ હાલ સિકંદરાબાદ( તેલંગાણા)થી વાયમર્યાદાના કારણે સેવા નિવૃત થયા હતા. જેઓ રવિવારે પોતાના વતન સિહોર પરત ફર્યા હતા જેને શિહોર ના સામાજિક કાર્યકરો, માલધારી સમાજના આગેવાનો, પોલીસ પરિવાર , રાજકીય આગેવાનો વગેરે એ તેમનું ઉષ્માભર્યું સ્વાગત તેમજ શાલ ઓઢાડી તેમનું બહુમાન કર્યું હતું. તેમણે અગાઉ પંજાબ, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, તેલંગણા વગેરે રાજ્યોમાં આર્મીમાં ફરજ બજાવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું દેશસેવાનું ઋણ ચૂકવવાનું મને ગર્વ છે અને ભવિષ્યમાં પણ દેશસેવાના કામ કરતો રહીશ.

Translate »
%d bloggers like this: