*શ્રીનગર / એલર્ટથી ટળ્યું પુલવામા-2, નવ જવાન ઘાયલ, પાકે. હુમલો થશે એવી માહિતી આપી હતી*

*આતંકીઓએ આઈઈડી વિસ્ફોટથી આર્મીનું બુલેટ અને માઈનપ્રૂફ વાહન ઉડાવ્યું*
*પુલવામા-1ની જેમ આ વખતે પણ કાર બોમ્બનો ઉપયોગ*

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. ગઈ 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં જ સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની સ્ટાઈલથી આતંકીઓએ આ વખતે પણ કાર-બોમ્બનો ઉપયોગ કર્યો હતો. સદનસીબે આતંકીઓનો મનસૂબો સફળ રહ્યો ન હતો.

*આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો*
સેનાનાં સૂત્રોના જણાવ્યાનુસાર, સેનાનું બુલેટ અને માઈન્સ પ્રૂફ વાહન પુલવામાના અરિહાલથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ વાહનને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર પછી આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. આ હુમલામાં વાહનને ભારે નુકસાન થયું હતું. બાદમાં જવાનોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને આતંકીઓને શોધવા અભિયાન શરૂ કર્યું હતું.

*14 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાથી 27 કિમી દૂર હુમલો*
કાશ્મીર ખીણમાં હાઈ એલર્ટ છતાંયે આતંકીઓએ હુમલો કરી શક્યા હતા. હાલમાં જ પાકિસ્તાને ભારતને ગુપ્તચર અહેવાલ આપીને કહ્યું હતું કે, પુલવામામાં ફરી આઈઈડી બ્લાસ્ટ થઈ શકે છે. આ હુમલો 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલાથી આશરે 27 કિલોમીટર દૂર થયો હતો. તેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

pratik mistry surat

Translate »
%d bloggers like this: