શિયાળ બેટ માં મહિલા પખવાડિયાની ઉજવણી કરાઈ

શિયાલબેટ મા મહિલા સશક્તિકરણ પખવાડિયા અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કામગીરી કરાઈ

  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એફ.પટેલ ના માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને પ્રા આ કેન્દ્ર બાબરકોટ ના શિયાલબેટ સબસેંટર મહિલા સશક્તિકરણ પખવાડિયા અને ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ સ્તનપાન સપ્તાહ ના ભાગ રૂપે શીયાલબેટ સબસેંટર મા મેડિકલ ઑફીસર ડૉ જીતેશ મુછડિયા સાહેબ અને ડૉ જાટ સાહેબ ની હાજરી મા સબસેંટર પર આરોગ્ય લક્ષી કેન્પ કરવામા આવ્યો જેમા ૨૧-સગર્ભા બહેનો ની લેબોરેટરી દ્વારા લોહીની તપાસ /૧૦-બહેનો ને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન અંતરા આપવામા આવેલ /૩-બહેનો ને આયર્ન સૂક્રોજ ચડાવવામાં આવ્યા તથા તમામ બહેનો ની ગ્રૂપ મીટીંગ દ્વારા મહિલાઓને કન્ગારૂ કેર. જન્મ પછી એક કલાક ની અંદર માતાનું ધાવણ આપવુ અને માતાના ધાવણ થી થતા ફાયદાઓ વિશે મહિલાઓને માહિતગાર કરવામા આવ્યા અને સાથોસાથ શિયાલબેટ ગામની માધ્યમિકશાલા અને પ્રાથમિકશાલા ના બાળકો ને વાહકજન્ય અને પાણીજન્ય રોગો અંગે તથા ૮ ઓગસ્ટ રાષ્ટ્રીય ક્રૂમિનાશક દિવસ અંગેની વિસ્તૃત જાણકારી આપવામા આવેલ જેમાજિલ્લા કક્ષાએથી આવેલ ડૉ આર.કે.જાટ આર સી એચ ઓ અમરેલી /ડૉ હેતલ ગલથીયા ટેકો કોર્ડિ.અમરેલી ડૉ જીતેશ મુછડિયા/ડૉ ઇલાબેન મોરી /ડૉ શકીલ ભટ્ટી /લેબ ટેક.પંકજ ચાવડા / જગદીશભાઈ બારૈયા.કાજલબેન રાઠોડ તથા આશાબેનો હાજર રહેલ. અને આ તમામ કામગીરી નુ સૂપરવિજન અને મોનિટરિંગ તાલુકા સૂપરવાયજર શનિશ્વરાભાઈ દ્વારા કરવામા આવેલ અને તાલુકા હેલ્થ કચેરી જાફરાબાદ ના ટીમ્બી. નાગેશ્રી.બાબરકોટ.જાફરાબાદ મા પણ મહિલા આરોગ્ય તપાસણી કેમ્પ નુ આયોજન કરવામા આવેલ અને સગર્ભા માતાની આરોગ્ય તપાસ કરવામા આવી હતી.જે તાલુકા હેલ્થ ઑફીસર-જાફરાબાદ ની યાદી જણાવેલ છે
  • તસ્વીર :-યોગેશ કાનાબાર રાજુલા
Translate »
%d bloggers like this: