બીલીપત્ર, દૂધ તથા નર્મદાનાજળ અભિષેક કરી ભગવાનની ભક્તિભાવ પૂર્વક પૂજા

નાંદોદ તાલુકાના જીતનગર નંદીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ સોમવારે ૐ નમઃ શિવાયના નાદથી શિવ મંદિર ગાજી ઉઠ્યું.

બીલીપત્ર, દૂધ તથા નર્મદાનાજળ અભિષેક કરી ભગવાનની ભક્તિભાવ પૂર્વક પૂજા

રાજપીપળાના અન્ય શિવમંદિરોમાં પણ ભારે ભીડ જામી

રાજપીપળા, તા.20

નર્મદા જિલ્લામાં નર્મદા તટે અનેક શિવ મંદિર આવેલા છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે વ્રત,ઉપવાસના, પૂજા કથા વગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
જેમાં નાંદોદ તાલુકાના જીતનગર કામે આવેલ નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ સોમવારે ભકતોની ભારે ભીડ જામી હતી. રાજપીપળા સહિત આજુબાજુના ગામોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા હતા. શ્રાવણ સોમવારે નન્દીકેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ ભક્તો ભોલેનાથના દર્શન માટે ઉમટયા હતા. બિલીપત્ર, દૂધ તથા નર્મદા જળ અભિષેક કરી ભગવાનની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરી હતી ૐ નમઃ શિવાયના નાદથી મંદિર ગાજી ઉઠયું હતું.


અહીં મંદિરે દરરોજ પાર્થશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા કરીને દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દરરોજ 5000 જેટલા પવિત્ર નદીની માટી માંથી નાના શિવલિંગ બનાવી તેને ચોખ્ખા ચોટાડી દરરોજ જુદા જુદા વાર પ્રમાણે આકાર પ્રમાણે પાર્થશ્વર શિવલિંગ બનાવી બિલીપત્ર ચઢાવી તેની પૂજા કરવામાં આવી આવી હતી.
એ ઉપરાંત રાજપીપળાના શિવ મંદિરો હનુમાન ધર્મેશ્વર, મણીનાગેશ્વર મહાદેવ, રાજેશ્વર મહાદેવ, ગોરા શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પણ ૐ નમઃ શિવાયના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: