રાજપીપલા ની નમિતાબેન મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા

રાજપીપલા ની નમિતાબેન મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા

ગોવા શિરોડા ખાતે યોજાયેલ 25 માં રાષ્ટ્રીય શિક્ષણ સમારંભમા વર્ષ 2019 ના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડઅપાયો
રાજપીપલા , તા 4

નમિતાબેન મકવાણાને શિક્ષણ વિકાસ પરિષદ દ્વારા (રાજ્ય અને નેશનલ એવોર્ડ શિક્ષકોનું સંગઠન) ગોવા શિરોડા ખાતે યોજાયેલ 25 માં રાષ્ટ્રીય શિક્ષણ સમારંભમા વર્ષ 2019 ના શ્રેષ્ઠ શિક્ષકના ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા છે.શિક્ષણ વિકાસ પરિષદના અધ્યક્ષ આર.વી.કુલકર્ણી, ઉપાધ્યક્ષ એસ.એસ.વેલગુએન્કર, સચિવ એમ.એમ.કુંભાર તથા ખજાનચી ડી.સી.ખાનવીલકર સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં એવોર્ડ, મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આદિવાસી વિસ્તારમાં ઘણા વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવવાની સાથે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન 3A સૃજા સહેલી નામની NGO ના માધ્યમથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણાએ એક જ વર્ષમાં સતત બીજો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવી નર્મદા જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે
ઉત્તરપ્રદેશ મથુરાની બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ દેશભરમાંથી પ્રતિભાશાળી મહિલાઓને શોધી એમનું વિશિષ્ટ સન્માન કરવાનું નક્કી કરી સર્વે હાથ ધર્યો હતો.એ સર્વે દરમિયાન સંસ્થાને 3329 મહિલાઓની પ્રોફાઈલ મળી હતી.જેમાંથી દેશભરની 51 મહિલાઓ કે જેમણે અલગ અલગ ક્ષેત્રમા વિશિષ્ટ કામગીરી કરી છે એમનો સમાવેશ કરવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં ગુજરાત માંથી રાજપીપળાના શિક્ષિકા અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણાની દેશની 51 શ્રેષ્ઠ મહિલા તરીકે પસંદગી થતા એમને વડોદરા ખાતે 30મી જૂને યોજાયેલ એક સમારંભમાં દેશની 51 પ્રતિભાશાળી મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

નિચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ તમારા મોબાઈલ પર સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર માત્રને માત્ર Live crime news પર

Translate »
%d bloggers like this: