Amreli Gujarat

સિંહણે 5 બાળ રાજા ને જન્મ આપીયો

અમરેલીઃ સિંહણે એક સાથે 5 બાળ વનરાજને આપ્યો જન્મ
છેલ્લા બે માસમાં 10 બાળસિંહની નોંધણી થતા ખુશીનો માહોલ

અમરેલી જિલ્લાના ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગને આ બાળ સિંહોનો જન્મ થતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા જાણકારી અપાઈ હતી.

5 સિંહ બાળના જન્મની વાત સાંભળતા જ વન વિભાગની ટીમ જન્મ સ્થળે દોડી ગઈ હતી જ્યાર બાદ સિંહણને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. એક સાથે 5 બાળ વનરાજના જન્મથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

તાજેતરમાં જ જૂનાગઢના સક્કરબાગમાંથી 8 સિંહોને યુપી મોકલવાની વાત સામે આવી હતી. જેમને સેનાના વિશેષ વિમાનથી ઉત્તરપ્રદેશના સેફાઈ પાર્કમાં લઈ જવાશે.

કેન્દ્રિય વન વિભાગના અધિકારીઓએ સિંહોના સ્થાંળતરની મંજૂરી આપી હતી, એવામાં અમરેલીમાં એક સાથે 5 સિંહબાળનો જન્મ થતા છેલ્લા બે માસમાં 10 બાળસિંહની નોંધણી થઈ છે.