શહેરા નગર પાલિકા ના ઈજનેર જીજ્ઞેશભાઈ શાહ સાહેબ ની વિશેષ આભાર અભિવ્યક્તિ

શહેરા નગર પાલિકા ના ઈજનેર જીજ્ઞેશભાઈ શાહ સાહેબ ની વિશેષ આભાર અભિવ્યક્તિ

કલ્પના કરો કે સાંજ નો ઠંડો પહોર છે. ગામ ના પાદરે આવેલ બગીચા માં બે જુદા-જુદા બાંકડાઓ ઊપર બે નિવૃત સરકારી કર્મચારીઓ બેઠા છે બંને એકલા બેઠા છે. બંને તેમની સેવા માંથી નિવૃત થઈ ગયેલ હોવાથી તેમની પાસે ઘણો સમય છે. પરંતુ ભૂતકાળ ને વાગોળવા અને વખત પસાર કરવા સિવાય હવે તેમની પાસે કોઈ જ કામ નથી પહેલો કર્મચારી જેણે તેની ચાલુ સેવા દરમ્યાન તેની પાસે કામ માટે આવતા લોકોને ધમકાવ્યા છે, ખોટો રૂઆબ છાંટયો છે, લોકોને તિરસ્કાર ની ભાવના થી જોયા છે, ધક્કા ખવડાવ્યા છે, દંભી બની ને વર્તન કર્યું છે, ભ્રષ્ટાચાર આચરી માત્ર રૂપિયા ભેગા કર્યા છે. લોકોની લાગણી ની જરાય કદર કરી નથી. જયારે બીજા કર્મચારી જેણે તેની ચાલુ સેવા ના સમય દરમ્યાન લોકોના પ્રેમ થી કામ કર્યા છે. લોકોની લાગણીને માન આપ્યો છે, તેમની સહાનુભૂતિ નો ખ્યાલ કર્યો છે. લોકોને માન આપ્યું છે. ભ્રસ્ટાચાર નથી કર્યો નતો ભ્રસ્ટાચાર કરીને રૂપિયા ભેગા કર્યા કે દંભી બની ને લોકોને ઉતારીનથી પડ્યા. આજે આ બંને જ્યારે નિવૃત થઈને બેઠા છે ત્યારે આપણે તેમની મનોસ્થિતિ ની કલ્પના કરી શકીએ છે. પહેલો કર્મચારી શું તે પોતાના કાર્યો ના કારણે ખુશ હશે ખરો? શું આજે તે લોકો વચ્ચે જશે તો લોકો તેને માન -સન્માન આપશે ખરા? શું તેમના રૂપિયા થી તે આત્મસંતોષ મેળવી શકશે? જરાય નહીં તેના મનમાં હંમેશા અકળામણ રહેશે તે ક્યારેય લોકો વચ્ચે ગર્વ થી જઈ શકશે નહીં. જ્યારે બીજા કર્મચારી ની મનોસ્થિતિ ની વાત કરીએ તો તે ખુશ હશે પોતાના કરેલ કામોના કારણે તેને પૂરતો આત્મ સંતોષ હશે. તેના મનમાં વિચિત્ર પ્રકારનો ઊકળાટ નહીં હોય. લોકોના મન માં તેના માટે માન હશે. લોકો વચ્ચે ગર્વ થી જઈ શકશે અને લોકો તેને આવકાર આપી સન્માન ની નજરે જોશે. અને તેનું કારણ તેનો સેવાભાવી સ્વભાવ અને કાર્યો છે. બસ કંઈક આવો જ સ્વભાવ શહેરા નગરપાલિકા માં ફરજ બજાવતા ઈજનેર જીજ્ઞેશ શાહ સાહેબ નો છે પોતાના સેવાભાવી સ્વભાવ ને કારણે તેઓ શહેરા નગર માં વિશેષ માન હાંસલ કરી રહ્યા છે પવિત્ર રમજાન માસ દરમ્યાન જીજ્ઞેશ શાહ સાહેબે પોતાના થી બનતા તમામ પ્રયત્નો કરીને સમયસર અને પૂરતા પ્રમાણ માં નળમાં પાણી આપ્યું છે લોકોને પવિત્ર માસ દરમ્યાન પાણીની હાલાકી નો સામનો ના કરવો પડે તેની વિશેષ કાળજી રાખી છે. અને રોઝા રાખીને નગરની સ્ત્રીઓ ને હેન્ડપંપ કે કુવાઓ તરફ દોડવું ના પડે તેની પૂરતી તકેદારી રાખી છે. જીજ્ઞેશ શાહ સાહેબ ના આ સેવાના બદલા માં સમગ્ર મુસ્લિમ સમાજ તેમનો ઋણી છે. અને ગરીબ મુસ્લિમ સમાજ જીજ્ઞેશ શાહ સાહેબ ને બીજું તો કઈ નહીં પણ દીલ થી દુઆઓ ચોક્કસ આપેછે અને જીજ્ઞેશ ભાઈ શાહ પોતાના કાર્યો ને કારણે આત્મ સંતોષ નો અનુભવ ચોક્કસ કરશે
ભવિષ્યમાં પણ લોકોની આ રીતે જ સેવાભાવ ના સ્વભાવ થી સેવા કરશો અને લોકોના મન માં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશો. એવી અપેક્ષા શહેરા નગરજનો આપથી રાખી રહ્યા છે.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: