પંચમહાલ: શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેતરોમાં ખેડૂતો દ્વારા સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને કામ કરી રહ્યા છે.

પંચમહાલ: શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેતરોમાં ખેડૂતો દ્વારા સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને કામ કરી રહ્યા છે.

ચીનથી નીકળી સમગ્ર વિશ્વમાં પ્રસરાઈ રહેલા કોરોના વાયરસે ભારત દેશને પણ પોતાના ભરડામાં લીધું છે અને આ ભયંકર મહામારીનો કોઈ ઈલાજ ના હોવાથી તેને રોકવા કે પછી એને વધુ ફેલાવાથી અટકાવવા માટે
ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે.
જયારે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ થ્રેસર વડે ઘઉના પુળામાથી દાણા છુટા કરવાનુ કામ કરી રહયા છે.ત્યારે લોકડાઉનને લઈને ખેતી કામ કરતા મજૂરોને ખેડૂતોએ રજા આપી દીધી છે એને કારણે હાલમાં મજૂરોની અછત વર્તાઈ રહી છે મજૂરો ના મળવાને કારણે ખેડૂતે પોતે કામ કરવું પડતું હોય છે.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અાસપાસના પડોશી ખેડૂતો એકબીજાની મદદે આવી રહ્યા છે.અને ખેતરમાં ખેડૂતને કામમાં મદદરૂપ બની રહ્યાં છે ત્યારે મહત્વની વાત એ છે કે હાલમાં આ ખેડૂતો પણ પોતાના કામમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી સરકારની સુચનાઓનું પાલન કરી રહ્યા છે.

રિપોર્ટ :- સોહીલ શેખ પંચમહાલ

Translate »
%d bloggers like this: