જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં અનધિકૃત રીતે ભેગા થયેલ કુલ – ૮ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી શહેરા તાલુકા પોલીસ

*જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં અનધિકૃત રીતે ભેગા થયેલ કુલ – ૮ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી શહેરા તાલુકા પોલીસ*

વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ COVID – 19ને હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે અન્વયે રાજયમાં ચાલી રહેલ લોકડાઉનમાં એ . ક્લેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રીની કચેરી પંચમહાલ ગોધરા નાઓના જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં અનધિકૃત રીતે ભેગા થયેલ કુલ – ૮ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી  શહેરા તાલુકા પોલીસ
તા . ૨૮ / ૦૩ / ૨૦૨૦ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ COVID – 19ને હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે અનુસંધાનમાં નોવેલ કોરોના વાઈરસ COVID – 19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોના વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઈરસને ફેલાતો અટકાવવા સારૂ  મે . અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પંચમહાલ ગોધરા નાઓએ ચાર કે તેથી વધુ ઇસમો જાહેર જગ્યાએ અન અધિકૃત રીતે ભેગા ન થાય તે સારૂ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ . એસ . ભરાડા સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો . લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર , આઈ . દેસાઈ ગોધરા વિભાગ ગોધરા નાઓ તરફથી મળેલ સુચના મુજબ આજરોજ લોકડાઉન દરમિયાન પો . ઇન્સ . શ્રી એન . એમ . પ્રજાપતિ તથા પો.સ.ઈ શ્રી જે . કે . ભરવાડ તથા શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાઓને સાથે રાખી શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનઅધિકૃત રીતે ભેગા થઈ જાહેરનામાનો ભંગ કરનાર કુલ – ૮ ઇસમોની વિરૂધ્ધમાં ઇ.પી.કો.કલમ – ૧૮૮ મુજબ બે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી..

પંચમહાલ બ્યુરો ચીફ ,સોહીલ શેખ

Translate »
%d bloggers like this: