*શહેરા નગર ના અણીયાદ ચોકડી વિસ્તાર માં દારૂપીધેલ કાકા એ ભત્રીજા ને ઢોરમાર માર્યો*

*શહેરા નગર ના અણીયાદ ચોકડી વિસ્તાર માં દારૂપીધેલ કાકા એ ભત્રીજા ને ઢોરમાર માર્યો*

મળતી માહિતી મુજબ ફરિયાદી ના કહ્યા પ્રમાણે શુક્રવાર ના રોજ રાત્રિના આસરે ૯:૩૦ વાગિયા ના સુમારે હું તથા મારા ઘર ના સભ્યો જમી પરવારી ઘર માં બેઠેલા હતા. અને મારો છોકરો રાહુલ તથા મારો ફોઇ નો છોકરો હિતેશ પગી બંને જણા હમારા ઘરની બહાર ઓટલા ઉપર બેઠેલા તે વખતે મારા કાકા નો છોકરો ગણપત રયજીભાઈ પગી (રહે સલામપુરા ) દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરની બહાર આવેલો અને મારા ઘરની બહાર ઉબેલા મારા છોકરા રાહુલ ને માં બેન સમાણી ગાળો બોલતો હતો.જેથી મારા છોકરા રાહુલે ગણપતકાકા ગાળો કેમ બોલો છો તેવું કહ્યું . કાકા ને ગાળો બોલવાની ના પડતા ગણપત રયજીભાઈ પગી એકદમ ઉશ્કેરાઈ જઈ મારા છોકરા રાહુલ ને ગડદાપાટુનો મારમારવા લાગ્યો હતો તે વખતે હિતેશ મારા છોકરા રાહુલને વચ્ચે છોડાવવા પડતા તેને પણ ગડદાપાટુનો માર મારવા લાગ્યો તે વખતે મારા છોકરા રાહુલએ બુમાબૂમ કરતાં અમારા ઘરના સભ્યો ઘરની બહાર નીકળતા અમારા કાકાનો છોકરો ગણપત રયજીભાઈ પગી (રહે) સલામપુરા એ મારા ઘરની બહાર ઓટલા ઉપર મારી બાઇક જી.જે -૧૭-બી.એફ-૫૫૨૯ ને ગબડાવી પાડીને ગણું બધુ નુકશાન કરીને ગાળો બોલતો બોલતો અમારા ઘેરથી જતો રહ્યો હતો. અને મારા છોકરા રાહુલને અને મારા ફોઇના છોકરા હિતેશને ગડદાપાટુના માર મારેલ હોવાથી ગેદી માર વાગેલી હતી જેને લઇ ને શહેરા પોલીસ સ્ટેશનમા કાયદેસર તપાસ થવા ની ફરિયાદ કરવામાં આવી છે

*રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ*

Translate »
%d bloggers like this: