વિકાસના કામ માં ગતકડાં કરતી નગર પાલિકાઓ.. તેવી લોકોમાં ભારોભાર નિરાશા વડોદરા પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાઓ દ્વારા કામો ન થતાં પંચમહાલ-દાહોદ-મહિસાગરના લોકોમાં રોષ

*વિકાસના કામ માં ગતકડાં કરતી નગર પાલિકાઓ.. તેવી લોકોમાં ભારોભાર નિરાશા વડોદરા પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાઓ દ્વારા કામો ન થતાં પંચમહાલ-દાહોદ-મહિસાગરના લોકોમાં રોષ*
*-> સામાન્ય રજુઆત માટે ૨૦૦ કિ.મી.દૂર લાંબા થવું પડે છે.*
*-> કામ ન થતાં કિંમતી સમય અને મુસાફરી ખર્ચ વેડફાય છે.*
*-> બિનઆવડત ભર્યા સ્ટાફની નિષ્ક્રિયતાથી કામ ટલ્લે.*
*-> નાગરિક અધિકારપત્રનું જ સ્ટાફ દ્વારા ઉલ્લંધન.*
*-> અગાઉની જેમ પ્રાંત અને કલેકટર કક્ષા એ પ્રશ્ર્નોનો નિવેડો આવે તેવી વ્યવસ્થા પૂર્વવત કરવા માંગ* *)*
સરકાર દ્વારા વડોદરા ઊભી કરાયેલી પ્રાદેશિક કમિશ્ર્નર નગર પાલિકાની કચેરીમાં સામાન્ય રજૂઆત માટે સમય અને નાણાંનો વ્યર્ય કરીને લાંબા થવા છતાં પરિણામ શૂન્ય સાંપડી રહ્યું હોવાથી પંચમહાલ-મહિસાગર-દાહોદના હજારો લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આથી, જીલ્લાકક્ષા એ કલેકટર દ્વારા પ્રશ્ર્નોનો ઉકેલ લવાય તે જરૂરી અને માંગ ઊઠી છે.
પંચમહાલ જીલ્લાના શહેરી વિસ્તારમાં નગરપાલિકા અસ્ત્વિ ધરાવે છે અને નગરપાલિકા દ્વારા રસ્તા, સફાઈ, પાણી, વિજળી, બાંઘકામ સહિતની અનેક સેવાઓ પૂરી પાડે છે. પરંતુ વર્ષોથી નગરપાલિકા દ્વારા બાબાખાતું ચલાવાઈ રહ્યું છે. લોકો પાસે દર વર્ષે તોતિંગ કરવેરો ઝીંકવા સાથે પઠાણી સ્ટાઈલમાં વેરાઓ ઊઘરાવામાંં આવતાં સામાન્ય લોકોની પહેલેથી જ કમર તૂટી ગયેલી છે. આટ આટલા નાણાં આપ્યા બાદ પણ નગરજનોને સમયસર અને પૂરતી સુવિધા નહીં મળતાં લોકો વોર્ડ સભ્ય કાઉન્સીલર ત્યારબાદ પાલિકા કચેરીમાં રજૂઆત કરવા જાય છે પરંતુ કોઈ પરિણામ ન મળતાં તેઓના કામ ટલ્લે ચઢે છે.અર્થાત્ વર્ષોથી પાલિકાકક્ષા એ કોઈ કામ ન થાય તો રજૂઆત કર્તા પ્રાંત કે કલેકટર કચેરીમાં અરજી કરીને ન્યાય મેળવી શકતો હતો. પરંતુ સરકારે છેલ્લા એક વર્ષથી જીલ્લાકક્ષાએ થી સત્તા આંચકી લઈને વડોદરામાં રાજ્ય સરકારે પ્રાદેશિક કમિશ્ર્નર નગરપાલિકા કચેરી ઊભી કરીને જે તે વિસ્તારની નગરપાલિકાના પ્રશ્ર્નો ઉકેલવાની જવાબદારી સ્વીકારી છે
પરંતુ ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા જેવી નગરપાલિકા વિસ્તારની પ્રજાને નામ મોટાને દર્શન ખોટા તેવો એક વર્ષના પ્રાદેશિક કચેરીના વહિવટ પછી લોકોને કડવો અનુભવો થઈ રહ્યા છે. સ્થાનિક પ્રશ્ર્ન માટે પોતાના વિસ્તારની કાંતો બહુ દુર ગોધરામાં જ નિરાકરણ આવી જતો હતો. સામાન્ય લાભાર્થીએ અરજી લઈને સમય અને નાણાં ખર્ચીને વડોદરા જવંું પડે છે. અરજી આપ્યા બાદ કેટલા સમયમાં નિકાલ થશે તે બાબતે કોઈ ગેરંટી નથી કારણ કે, પ્રાદેશિક કચેરીનો સ્ટાફ બિન આવડતભર્યો છે. કોઈપણ જાતના નિયમો વિશે અજાણ છે. સ્થાનિક પરિસ્થિતી વિશે વાકેફ નથી અને લાભાર્થીના કામના મહત્વની દરકાર કરતા નથી અને જે તે પાલિકાના તંત્ર સાથે સંકલન અથવા તાલમેલ ઘરાવતા નથી. આવી ત્રૂટિઓને કારણે લાભાર્થીના જેતે કામના જવાબ અપાતા જ નથી.
રૂબરૂ વડોદરા કચેરીની મુલાકાત લીઘા બાદ પણ ઉડાવ જવાબ આપીને પાલિકા દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. તેમ કહીને રવાના કરી દેવાય છે. એક નિયમ પ્રમાણે કામ મુજબ ચોકકસ દિવસોમાં નિકાલ કરવાનો નાગરિક અઘિકારપત્ર બનાવાયેલો છે. તે અઘિકારપત્રનો પણ આ પ્રાદેશિક કચેરીનો સ્ટાફ ઉલ્લંઘન કરીને કોઈ પ્રત્યુત્તર જે તે સમયગાળામાં આપતા નથી. એટલે મારું કામ કેટલે આવ્યું અને ઝડપથી કામ પૂર્ણ થાય તેવી આશા અને ઉત્તેજના સાથે વારંવાર વડોદરા કચેરીની મુલાકાત લેવા છતાં પરિણામ શૂન્ય સાંપડે છે. કારણ કે કામ મહિલનાઓ બાદ પણ પૂર્ણ થતો નથી. એટલે નિરાશ થઈને વારંવાર વડોદરા સુધી ૨૦૦ કિ.મી.ની મુસાફરી અને નાણંા ખર્ચીને કરવા છતાં લાભ મળતો નથી.
દાહોદ અને સંતરામપુર-લુણાવાડા જેવા દૂરના પાલિકા વિસ્તારની પ્રજાને એક દિવસમાં ૪૦૦ કિ.મી.નું અંતર કાપવા છતાં ખાલીખમ નિરાશ થઈને પરત ફરતોવારો આવે છે. આજ વારંવાર ધરમધકકા ખાવાનો વારો આવતા બાવાના બેઉ બગડયા જેવી સ્થિતી ઉદ્દભવે છે. આ પ્રાદેશિક કચેરી ઊભી કરવાનો આશય કાગળ ઉપર સારો છે. પરંતુ સ્ટાફની છાપ નિરસ છે. એક તો સ્થાનિક પાલિકાના ઠાગાઠૈયા કર્યા બાદ વડોદરા કચેરીમા આવવા છતાં પરિણામ જૈસે થે શૂન્ય સાંપડી રહ્યું છેે. ત્યારે લોકો જાએ તો જાએ કહાં જાએ તેવી સ્થિતીમાં લોકોમાં રોષ વ્યાપેલો છે. આથી જીલ્લાના લોકોનું કહેવું છે કે, પહેલા જેવી પ્રાંત અને કલેકટર કક્ષા એ પ્રશ્ર્નોનો નિવેડો ઝટ આવી જાય તેવી નીતિ અને વહિવટી અસ્તિત્વમાં પુન: લવાય તેવી માંગ છે. આ બાબતે જાગૃત નાગરિક સમિતિ દ્વારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મુલાકાત ગાંધીનગરમાં લેવાનું નકકી કર્યું છે. તેમાં ગોધરાવાસીઓનું પ્રચંડ સમર્થન સાંપડી રહ્યું છે અને આગામી સમયમાં એક મીટીંગનું પણ આયોજન કરવાનું નકકી કરાયું હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટર :- સોહીલ શેખ પંચમહાલ
Translate »
%d bloggers like this: