પંચમહાલ જિલ્લા ના શેહરા નગર પાલિકા વિસ્તાર માં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

 

*પંચમહાલ જિલ્લા ના શેહરા નગર પાલિકા વિસ્તાર માં ગેરકાયદેસર દબાણો દુર કરાયા*

શેહરા નગર પાલિકા ધ્વારા રોડ સાઈડ ના ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં રોડની સાઈડો ઉપર જોડાએલ હાથલારી અને ગલાઓને પલિકા ધ્વારા ટેકટર માં નાખી ને કબજે લીધા
શહેરામાં બસ સ્ટેન્ડની બહાર હાઇવે રોડને અડીને આવેલા લારી ગલ્લા ગોઠવીને દબાણ કરવામાં આવ્યા હોય તેમજ અનેક દુકાનો દ્વારા દુકાનો ની આગળ ગેરકાયદેસર દબાણ અને રોડ અડીને દબાણ કરવામાં આવ્યા હોય જેને લઇ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વક્રી હોય ત્યારે આજરોજ શહેરા નગરપાલિકા દ્વારા હાઈવે રોડ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરા મામલતદાર અને પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રોડની સાઈડમાં ગોઠવા માં આવેલી લારી ગલ્લા સહિત નો માલસામાન પાલિકાના ટ્રેકટરમાં ભરી માલસામાનનો કબજો હાથ ધર્યો છે.

જ્યારે હાઈવે રોડ ઉપર આવેલ દુકાનો બહાર ઊભા કરવામાં આવેલા પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા છે શહેરા નગરપાલિકા મામલતદાર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરતા પાલિકા વિસ્તારમાં ટ્રાફિક નો પ્રશ્ન હાલ થવા પામિયો છે

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: