*શહેરા તાલુકાના શેખપુર ગામે થી સફેદ પથ્થર ભરીને જતી બે ટ્રકો તેમજ ૩ જેટલા રેતીના ડપર ઓને શહેરા મામલતદાર ઝડપી પાડી મામલતદાર કચેરીએ મુકાયા*

­

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુંગરાળ ગણાતા શેખપુર ગામેથી ગેરકાયદેસર સફેદ પથ્થર નું ખનન છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહ્યું છે અને શેખપુર ગામેથી સફેદ પથ્થર ભરીને મહિસાગર જિલ્લાની લીઝો ના પાસ બનાવી ગેરકાયદેસર સફેદ પથ્થર નું ખનન થતું હોવાનું જણાય છે અને શહેરા તાલુકા મામલતદારને જાણવા મળ્યું હતું કે શેખપુર ગામેથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલી ટ્રકો નંબર G.J.12.U.9141.તેમજ ટ્રક નબર G.J.17.X 3574 આ બંને ટ્રકો શેખપુર ગામેથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરીને ગોધરા તરફ જવાની છે આ અંગેની જાણકારી મલતા શહેરા મામલતદારે શહેરા ના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી તેમજ શહેરા ગોધરા હાઈવે પર આવેલ દલવાડા પાસે આમ ગેરકાયદેસર સફેદ પથ્થર ભરીને જતી બે ટ્રકોને મામલતદારે ઝડપી પાડી કચેરીમાં મુકાઈ હવે પછી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલ બે ટ્રકો સામે શું કાર્યવાહી કરે છે તે  હવે જોવું જ રહ્યું આમ જોવા જઈએ તો ગેરકાયદેસર ખનીજ સંપત્તિનુ ખનન કરતા કોઈપણ વાહનને કોઈપણ વિભાગના અધિકારી ઝડપે તો તે વાહનોને ખનીજ ખાતાને સોંપવાના હોય છે અને ખનીજ વિભાગ તે વાહનો સામે જે તે કાર્યવાહી કરતું હોય છે હવે જોવું રહ્યું કે સફેદ પથ્થર ભરેલ બે ટ્રકોને શહેરા મામલતદાર ખનીજ વિભાગ ને સોંપે છે કે કેમ એ હવે જોવું રહ્યું વધુમાં ઓવરલોડ રેતી ભરેલ ત્રણ જેટલા  ડપર પણ શહેરા ગોધરા હાઈવે પરથી ઝડપી પાડયા હતા આમ કુલ ખનીજ ના પાંચ જેટલા વાહનોને ઝડપી પાડી શહેરા મામલતદાર કચેરીમાં મૂક્યા છે જાણવા મળે છે કે ઝડપાયેલા ઓવરલોડ રેતી ભરેલ ડપર ને છોડી મુકવા માટે રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ ના ફોન આવતા હોવાનું જાણવા મળે છે પરંતુ કાયદો બધા માટે સરખો હોય છે જેનુ પાલન અધિકારીઓને કરવાની જરૂર છે

*રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ*

Translate »
%d bloggers like this: