શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે 19 મો ભવ્ય શાકોત્સવ યોજાયો હતો આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા અમદાવાદ કાલુપુર મંદિર ના સ્વામી હરિસ્વરૂપ દાસજી એ હરિ ભક્તો ને ભગવાન સ્વામિનારાયણે કરેલા ઉત્સવોની રસપ્રદ કથાઓ નુ રસપાન કરાવ્યું હતું મોટી સંખ્યા હરિ ભક્તો એ બાજરી ના રોટલા અને ઘી ગોળ અને કડી ખીચડી તેમજ રીંગણના શાક નો સ્વાદ માણ્યો હતો

બ્રેકીંગ ન્યુઝ શહેરા

શહેરા નગર મા આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 19 મો શાકૉત્સવ નો મોટી સંખ્યા મા સ્થાનિક તાલુકા સહિત બહાર થી પણ હરિ ભક્તો લ્હાવો લેવા માટે આવ્યા હતા મંદિર ખાતે અમદાવાદ કાલુપુર મંદિર થી આવેલ હરિસ્વરૂપ દાસ સ્વામીજી નુ હરિ ભક્તો અને નર નારાયણ યુવક મંડળ દ્વારા ફૂલ હાર પહેરાવીને સ્વાગત કરવામા આવેલ હતું હરિસ્વરૂપ દાસ સ્વામી એ હરિ ભક્તો ને જણાવ્યું હતું કે શાકોત્સવની ઉજવણીનુ સ્વામિનારાયણ સંપ્રદાયમા સૌથી વધુ મહત્વ ગણાઈ છે ભગવાન સ્વામિનારાયણે લોયાધામ મા દિવ્ય શાકૉત્સવ મા હરિ ભક્તો ના મનોરથ પૂર્ણ કરવા માટે 18 મણ ઘી મા 80 મણ રીંગણ નો વધાર કરીને શાક બનાવી ને હરિ ભક્તો ને હેત પૂર્વક શાક પીરસી ને જમાડ્યા હતા ત્યાર થી આ મહિનામાં શાકૉત્સવ ની ઉજવણી કરાઈ છે મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન શાક બનાવતા હોય તેવા દર્શન હરિ ભક્તો એ કરેલ હતા સાથે આરતી નો પણ લ્હાવો લીધો હતો શાકૉત્સવ મા હરિ ભક્તો એ બાજરી ના રોટલા , રીંગણ નુ ભરથૂ , કડી ખીચડી સાથે ગી ગોળની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી શાકૉત્સવ નો મોટી સંખ્યા હરિ ભક્તો લહાવો લે તે માટે નુ સુંદર આયોજન નર નારાયણ યુવક મંડળ દ્વારા કરવામા આવ્યુ હતુ

રિપોર્ટર. ઉમેશ. ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: