શહેરા તાલુકા સેવા સદન ખાતેથી પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ જીવ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાયો હતો.

શહેરા તાલુકા સેવા સદન ખાતેથી પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ જીવ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાયો હતો.

– પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ જીવન પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ સોમવારના રોજ શહેરા તાલુકા સેવા સદન ખાતેથી શહેરાના ધારાસભ્ય દ્વારા લીલીઝંડી આપીને કરવામાં આવ્યો હતો.

આ શિવ સંદેશ યાત્રા શહેરા તાલુકાના ૯૭ જેટલા ગામડામાં બ્રહ્મ કરશે અને ગામડાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે શાશ્વત યૌગિક ખેતી, નારી સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન તેમજ વ્યસન મુક્તિ માટેનો સંદેશ લઈ ગામડાઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરશે. આ શિવ સંદેશ જીવન પરિવર્તન યાત્રાનો હેતુ એ છેકે આત્માઓ પરમાત્માનો જીવન પરિવર્તન સંદેશ પ્રાપ્ત કરીને કોડીતુલ્ય જીવનનું હીરાતુલ્ય જીવનમાં પરિવર્તન કરીને પરમાત્માના વારસદાર બને…!
 
રિપોર્ટર : શેખ સોહીલ ,શહેરા.પંચમહાલ

Translate »
%d bloggers like this: