પંચમહાલ ના શહેરા તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા સી.એ.બી અને એન.આર.સી બિલનો વિરોધ કરવામાં આવ્યુ. 

પંચમહાલ ના શહેરા તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા સી.એ.બી અને એન.આર.સી બિલનો વિરોધ કરવામાં આવ્યુ. 

 

સી.એ.બી અને એન.આર.સીના વિરોધમાં દેશ ની રાજધાની દિલ્હી સહીત સમગ્ર દેશ ના અલગ અલગ રાજ્યો માં દેખાવ અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે શહેરામાં આ બિલના વિરોધ માં મુસ્લિમ સમાજ દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું હતું. બંધ ની અસર લઘુમતી વિસ્તાર નગીના મસ્જિદ ગજનવી મસ્જિદ સહીત લઘુમતી વિસ્તાર દુકાનો સજજડ બંધ જોવા મળી હતી. બિલના વિરોધ ને લઇ લઘુમતી વિસ્તાર ના લોકો પોતાના રોજગાર ધંધાથી અળગા રહી બંધના કાર્યક્રમ માં જોડાયા હતા બંધ દરમિયાન મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ અને સમાજના આગેવાનોએ લોકોને શાંતિ ની અપીલ કરી છે
આ તરફ બંધ ના એલાન ને પગલે શહેર માં કોઈપણ પ્રકારની અ ઘટીત ઘટના ન ઘટે તે માટે શહેરા શહેર સહીત ના આસ પાસ ના વિસ્તારોમાં પોલીસ નો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવી હતી. બંધ દરમિયાન અસામાજિક તત્વો વિવાદિત કે ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ ન કરે તે માટે પોલીસ દ્વારા સોસીયલ મીડિયા ઉપર પણ તેની નજર રાખવામાં આવી હતી

*રિપોર્ટર:-સોહીલ શેખ પંચમહાલ શહેરા*

Translate »
%d bloggers like this: