પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા એચટાટ મુખ્ય શિક્ષકઓના વધ-ઘટ  બદલી કેમ્પ બંધ રાખવા અને અન્ય પ્રશ્નો લઈ ને શહેરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા એચટાટ મુખ્ય શિક્ષકઓના વધ-ઘટ  બદલી કેમ્પ બંધ રાખવા અને અન્ય પ્રશ્નો લઈ ને શહેરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ગુજરાત રાજ્ય  મુખ્ય શિક્ષક સંઘ સૂચિત સાથે જોડાઇ ને શહેરા તાલુકા ના સિત્તેર જેટલા એચટાટ શિક્ષકોએ જોડાઈને  આવેદનપત્ર આવ્યુ.

સરકાર દ્વારા RTE અંતર્ગત વર્ષ  2012 થી  શરૂ કરવાની રીતે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી તે વખતે સરકાર દ્વારા બાળકોની  સંખ્યાને ધ્યાને લીધા સિવાય મુખ્ય શિક્ષક નિમણુંક કરવામાં આવી હતી.

તાજેતરમાં સરકાર દ્વારા મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો બહાર પાડી તારીખ 19-12-2019 થી 21-12-2019 સુધીમાં વધ-ઘટ ની બદલીઓ કરવાની સૂચના જીલ્લા પ્રાથમિક  શિક્ષણ અધિકારી ને આપવામાં આવ્યુ.જેમાં ધોરણ 1 થી 5 માં 150 કે તેથી વધુ અથવા ધોરણ 6 થી  8 સુધીમાં 100 કે તેથી વધુ  વિધાર્થી સંખ્યા  ધરાવતી શાળામાં જે મુખ્ય શિક્ષક  આપવા અને બાકીની શાળાઓમાં બદલી કરવાનો અન્યાયી અને નુકશાનકર્તા લેવામાં આવેલ જે નિર્ણય ને રદ કરવામાં આવે અને સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષક વધ-ઘટના બદલી કેમ્પ બંધ રાખવામાં આવે તેવી માગણીઓ સરકાર સુધી પહોંચે તેવી વિનંતી કરી હતી.

આ સિવાય એચટાટ ના મુખ્ય શિક્ષકઓની  ભરતી કર્યો ના  સાત વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતા તેમના પ્રશ્નોનું નિરાકરણ આયુ નથી.

જેમાં મુખ્ય શિક્ષક ની જગ્યા વેકેશનલ કે નોનવેકેશનલ,ઉચ્ચત્તર પગાર ધોરણ કયારે અને કેવી મળશે,મુખ્ય શિક્ષકને નિવૃત સમયે સત્રનો લાભ આપવો કે કેમ ,બદલીના  નિયમોમાં આંતરિક અને જિલ્લા અરસ-પરસ બદલીની  જોગવાઈ આવેલ નથી

જે શાળામાં ધોરણ 1 થી 5 માં 150 કે તેથી વધુ અથવા ધોરણ 6 થી  8 સુધીમાં 100 કે તેથી વધુ   સંખ્યા હોય તેવી  શાળામાં બે એચટાટ ના મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ RTE હોવા છતા તેનો અમલ કરવામાં આવતો નથી તેવી રાજુવાત કરી હતી.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: