પંચમહાલ ના શહેરા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને પોસ્ટ એકાઉન્ટ પાસબૂક તથા હુકમો આપવામાં આવ્યા.

 
પંચમહાલ ના શહેરા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને પોસ્ટ એકાઉન્ટ પાસબૂક તથા હુકમો આપવામાં  આવ્યા.

તેમાં શહેરા ના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ,ડી એમ. દેસાઇ પ્રાન્ત સાહેબ શહેરા ,મેહુલ ભરવાડ મામલતદાર સાહેબ  શહેરા હાજરી  આપી ને કાર્યક્રમ ને શરૂઆત કરી હતી.
શહેરા તાલુકામાં તા. ૩૧/૦૩/૨૦૧૯  કુલ.૧૧૦૪ વિધવા સહાય લાભાર્થીઓને વિધવા સહાય યોજના અંતર્ગત પ્રત્યકને રૂ.૭૫૦/- સહાય મળતી હતી.
પરંતુ સરકારશ્રીના તા. ૦૮-૦૩-૨૦૧૯ થી જે કોઈ પણ વિધવાને ૨૧ વર્ષની ઉમર કરતાં વધુ ઉમર ધરાવતા પુત્રો હોય તો પણ વિધવા સહાય ના લાભ મળી શકે છે.તેવો ઠરાવ તથા તા ૦૧/૦૪/૨૦૧૯ થી તા.૨૫/૧૦/૨૦૧૯ સુધીમાં શહેરા મામલતદાર કચેરીમાં ૬૦૯૦ અરજી ફોર્મ મેળવી તમામના હુકમ કરી તથા પોસ્ટમાં ખાતા ખોલાવી કુલ ૭૧૯૪ વિધવા લાભાર્થીઓને લાભ આપવા માટેના હુકમો કરવામાં આવ્યા હતા.

જે તમામના પોસ્ટમાં ખાતા ખોલવામાં આવ્યા હતા.તથા તમામ ની NSAP પોર્ટલ ઉપર ડેટા એન્ટ્રી પૂર્ણ કરવામાં આવેલ છે. આ તમામ લાભાર્થીઓને નવા પરિપત્ર મુજબ પ્રત્યક માસે રૂ.૧૨૫૦/- ની સહાય તેમના પોસ્ટ એકાઉન્ટ મારફતે ચુકવવામાં આવશે.
        iશહેરા તાલુકા માં વિધવા સહાય યોજના અંતર્ગત ઉપરોક્ત લાભાર્થીઓ પૈકી આજરોજ ૧૫૦૦/- લાભાર્થીઓને સહાયના હુકમો તથા પોસ્ટ એકાઉન્ટ પાસબૂક વિતરણ કરવામાં આવી હતી.

રિપોર્ટર :- સોહિલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: