સેજલપુર ગામની સીમમાં ઝેરી સાપ કરડતા યુવાનનું મોત 

સેજલપુર ગામની સીમમાં ઝેરી સાપ કરડતા યુવાનનું મોત
 રાજપીપળા, તા.10
 હાલ ચોમાસામાં ભારે વરસાદને પગલે સરિસૃપો બહાર નીકળી રહ્યા જેમાં ઝેરી સાપ ખાસ દેખાઈ રહ્યા છે. જેમાં દેડીયાપાડા તાલુકાના સેજપુર ગામની સીમમાં પ્રકાશભાઈ વિનુભાઈ વસાવા (ઉં. વ. 24 રહે. સેજપુર નિશાળ ફળિયુ)ને ઝેરી સાપ કરડતા તેનું મોત નિપજ્યું છે.
 આ બાબતની ફરિયાદ ગામના વિનુભાઈ જીગાભાઈ વસાવા એ દેડીયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 બનાવવાની વિગત અનુસાર મરનાર પ્રકાશભાઈને ઝેરી સાપ ડાબા પગે નળના ભાગે કરડી જતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા.
Translate »
%d bloggers like this: