સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી

સિક્યુરિટી કંપનીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી

વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ બુધવારપ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકિયાતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામું બહાર પાડયું છે. તેના દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોના ખાનગી સિક્યુરિટી સંસ્થા સંચાલકોને ૯ ખાનાના નિર્ધારિત પત્રકમાં પરપ્રાંતિય બિન હથિયારી અને હથિયારી ચોકિયાતોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. એસ.ઓ.જી. શાખા અથવા સબંધિત પોલીસ સ્ટેશન વેરીફિકેશન માટે જણાવે ત્યારે સંબંધિત સશસ્ત્ર ચોકિયાત અને શસ્ત્ર પરવાનો તથા શસ્ત્ર ચકાસણી કરનારી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવા પડશે. તાત્કાલિક અસરથી તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી આ નિયમો અમલમાં રહેશે અને તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Translate »
%d bloggers like this: