ભારત 8 વર્ષમાં 8મી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાઈ સભ્ય ચૂંટાયું છે. બુધવારે થયેલા વોટિંગમાં મહાસભાના 193 દેશોએ ભાગ લીધો

ભારત 8 વર્ષમાં 8મી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાઈ સભ્ય ચૂંટાયું છે. બુધવારે થયેલા વોટિંગમાં મહાસભાના 193 દેશોએ ભાગ લીધો

ભારત 8 વર્ષમાં 8મી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાઈ સભ્ય ચૂંટાયું છે. બુધવારે થયેલા વોટિંગમાં મહાસભાના 193 દેશોએ ભાગ લીધો હતો. 184 દેશોએ ભારતને સમર્થન આપ્યું હતું. અમેરિકાએ સુરક્ષા પરિષદમાં ભારતની અસ્થાઈ સભ્યતાનું સ્વાગત કર્યું હતું. કહ્યું- ભારત અને અમેરિકા સાથે મળીને દેશમાં શાંતિ અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સમર્થકોનો આભાર માન્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના જણાવ્યા પ્રમાણે, ભારત બે વર્ષ માટે અસ્થાઈ સભ્ય તરીકે ચૂંટાયુ છે. ભારતની સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વે પણ અસ્થાઈ સભ્ય તરીકે ચૂંટાયા છે.આ સંબંધોનો વિસ્તાર


ભારતને અસ્થાઈ સભ્ય બનાવવાની જાહેરાત પછી અમેરિકા તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે ભારતનું સ્વાગત કરીએ છીએ. તેમને શુભેચ્છાઓ આપીએ છીએ. બંને દેશો સાથે મળીને દુનિયામાં શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર કામ કરશે. બંને દેશો વચ્ચે ગ્લોબલ સ્ટ્રેટજિક પાર્ટનરશિપ છે. અમે તેને વધારે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું.અસ્થાઈ સભ્યોને ચૂંટવાનો હેતું ક્ષેત્રીય સંતુલન બનાવી રાખવાનો અસ્થાઈ સભ્ય દેશોને પસંદ કરવાનો હેતું સુરક્ષા પરિષદમાં ક્ષેત્રીય સંતુલન બનાવી રાખવાનો છે. તેમા એશિયા કે આફ્રિકાના દેશોમાંથી 5, દક્ષિણ અમેરિકાના દેશોમાંથી 2, પૂર્વ યુરોપમાંથી 1, પશ્ચિમ યુરોપમાંથી 2 અથવા બીજા ક્ષેત્રમાંથી ચૂંટાશે. આફ્રિકા અને એશિયા-પ્રશાંત દેશો માટે નક્કી કરાયેલી બે સીટ ઉપર ત્રણ ઉમેદવાર જિબુતી, ભારત અને કેન્યા છે. સુરક્ષા પરિષદ દ્વારા 2 જૂનના રોજ બહાર પડાયેલા દિશા-નિર્દેશ મુજબ, ચૂંટણીના દિવસે સભ્ય દેશોએ સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.ભારત ક્યારે ક્યારે અસ્થાઈ સભ્ય તરીકે ચૂંટાયું


આ પહેલા ભારત અસ્થાઈ સભ્ય તરીકે 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12માં ચૂંટાયું હતું.સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશ છે. તેમા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સ્થાઈ સભ્ય દેશ છે. 10 દેશને અસ્થાઈ સભ્ય બનાવાયા છે. તેમા બેલ્જિયમ, કોટ ડી-આઈવરી ડોમિનિકન રિપબ્લિક, ગિની, જર્મની, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરુ, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત સામેલ છે. અસ્થાઈ સભ્યનો કાર્યકાળ બે વર્ષ હોય છે. તેના માટે UNSC પાંચ સ્થાઈ સભ્યોની સીટ છોડીને દરેક પાંચ વર્ષે અસ્થાઈ સભ્યોની ચૂંટણી કરાવે છે.બિનહરીફ ચૂંટાવું નક્કી
એશિયા પેસિફિક વિસ્તારમમાં ચીન અને પાકિસ્તાન સહિત 55 દેશોએ ગત વર્ષે જૂનમાં સમર્થન આપ્યું હતું. એવામાં ભારત બિનહરીફ ચૂંટાશે તે નક્કી છે. સમર્થન આપનાર એશિયા પેસિફિક દેશમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયતનામ શામેલ છે.

gf

Translate »
%d bloggers like this: