અપહરણના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ગુન્હાના કામ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી મિસીંગ સ્પેશ્યલ ટીમ સાવરકુંડલા વિભાગ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ સુધીની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ ના માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા સ્પે. મિસીંગ સ્કવોડની રચના કરેલ હોય જે અનુસંધાને સ્પે. મિસીંગ સ્કવોડના ઇન્ચાર્જશ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા એ.એસ.આઇ. હિંગરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બ્રિજરાજસિંહ વાળા તથા યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મિતેશભાઇ વાળા તથા પો.કોન્સ. મધુભાઇ ભેડા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.રજી નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૬૬૫/૨૦૨૦ IPC ૩૬૩ વિ. મુજબના અનડીટેકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને રાજકોટ મુકામેથી શોધી કાઢેલ છે.

મળી આવેલ આરોપીઃ- ચિરાગ રમેશભાઇ દવેરા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે. રાજકોટ, નવા થોરાળા, ગોકુળપરા-૨ વણકરવાસ તા.જી.રાજકોટ તથા ભોગબનનાર હિનાબેન ડો/ઓ રામજીભાઇ કાનજીભાઇ બગડા ઉ.વ.૧૭ વર્ષ ધંધો-ઘરકામ રહે.મુળ-અમૃતવેલ, વણકરવાસ તા.સાવરકુંડલા જી.અમરેલી હાલ- રાજકોટ, નવા થોરાળા, ગોકુળપરા-૨ વણકરવાસ તા.જી.રાજકોટ વાળાઓ તા.૦૪/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી તેમજ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ ના માર્ગદર્શન મુજબ સ્પે. મિસીંગ સ્કવોડના ઇન્ચાર્જશ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા સાથેના સ્ટાફ દ્વારા અપહરણના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ગુન્હાના કામ આરોપી તથા ભોગબનનારને શોધી છે.

Translate »
%d bloggers like this: