અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સાવરકુંડલા ડીવીઝન


મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓએ ૦ થી ૧૮ વયના ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા જણાવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્રારા તા.૨૧/૦૮/૨૦૨૦ થી તા. ૩૧/૦૮/૨૦૨૦ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ.

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી નાઓએ ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ- સાવરકુંડલા નાઓએ સ્પેશ્યલ સ્કવોર્ડ ની રચના કરેલ અને તેઓશ્રી ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ. સેગલીયા તથા એ.એસ.આઇ. હિંગરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રણધીરભાઇ વાળા તથા બ્રીજરાજસિંહ વાળા એ રીતેનાઓની ટીમ દ્રારા ➡️ ખાંભા પો.સ્ટે. A-પાર્ટ ગુ.રજી. નં.૨૧૦/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ તથા પોકસો ક.૧૮ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સાથે રહેતા આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢેલ.
ગુન્હાની વિગત:- આ કામે ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.
✳️ પકડાયેલ આરોપી:-
➡️ યોગેશ ઉર્ફે ટકો ભગવાનજીભાઇ ઉર્ફે ભગાભાઇ થાંણકીયા (પરમાર) ઉ.વ.-૨૨ ધંધો-મજુરી રહે-મૂળગામ- મોટી પાનેલી તા.ઉપલેટા જી.રાજકોટ હાલ-રહે. શાપર (વેરાવળ) ઠે.રીલેકસ પ્લાસ્ટીક દાણા ના કારખાનામાં, રાજકોટ ગોંડલ હાઇ-વે રોડ પર તા.જી.રાજકોટ વાળાને આજરોજ તા.૨૩/૦૮/૨૦૨૦ ના રોજ મળી આવતાં ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ.
આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓની સુચનાથી શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ- સાવરકુંડલા નાઓના માર્ગદર્શન મુજબ સ્પેશ્યલ સ્કવોર્ડ સાવરકુંડલા ડીવીઝન ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ.સેગલીયા નાઓ દ્રારા ગુમ અપહરણ થયેલ બાળકો શોધવાની સ્પેશયલ ડ્રાઇવ દરમ્યાન ભોગ બનનાર બાળકી તથા ભોગ બનનારનુ અપહરણ કરનાર આરોપી ને શોધી કાઢેલ.

Translate »
%d bloggers like this: