સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૪૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અન્વયે તા.૨૯/૦૭/૨૦૨૦ ના સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જુનુ ગામ તળમા હરેશભાઇ દવેના ઘરની બાજુમા ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી. એ.પી.ડોડીયાનાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો

(૧) જનકારભાઇ ઉમીયાશંકરભાઇ દવે ઉ.વ. ૩૭, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી

(૨) પ્રફુલકુમાર ભવાનીશંકર દવે ઉ.વ. ૬૦, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી

(૩) રવિશંકર મગનલાલ જાની ઉ.વ. ૫૫, ધંધો. સેવાપુજા, રહે. મોટા જાદરા, તા. મહુવા જી. ભાવનગર

(૪) હરેશભાઇ ઉમીયાશંકરભાઇ દવે ઉ.વ. ૪૨, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી
પકડાયેલ મુદામાલ:- રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૩૪,૯૫૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા મોબાઇલ નંગ- ૦૪ કી.રૂ. ૧૩,૦૦૦/- મળી મુદ્દામાલ કુલ કી.રૂ. ૪૭,૯૫૦/-

આ કામગીરી પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: