છેલ્લાં સાત મહિનથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતા આરોપીને ભોગબનનાર સાથે હાલોલ થી શોધી કાઢતી સાવર કુંડલા રૂરલ પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી ના.પો.અધિ. કે.જે ચૌધરી સાહેબ, સાવર કુંડલા વિભાગ તથા સી.પી.આઈ. ડો.એલ.કે.જેઠવા સાહેબ ધારી સર્કલ નાઓ ના માર્ગદર્શન મુજબ સાવર કુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ એ.પી.ડોડીયા દ્વારા ચોક્કસ બાતમી આધારે પો.સ્ટાફ દ્વારા *સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦ ૫૩૨ ૦૦૦ ૧૦૫/૨૦૨૦ IPC કલમ- ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ- ૧૮ વિ.* મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે હાલોલ મુકામેથી પકડી પાડેલ છે પકડાયેલ આરોપી સતીષભાઈ બુધાભાઇ તડવી ઉ.વ. ૨૦, ધંધો. કંપનીમાં, રહે. મૂળ ગામ- ધામનીઘોડા, તા. સંખેડા, જી . છોટા ઉદેપુર વાળો તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સારું હસ્તગત કરેલ અને સી.પી.આઈ. સા. ધારી ને સોંપવા તજવીજ કરેલ આમ, નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી ના ઓની સુચનાથી અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે હાલોલ ગામેથી પકડી પાડેલ.

Translate »
%d bloggers like this: