સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટી વટાવતા નરેન્દ્ર મોદીએ નર્મદાના વધામણાં લીધા.

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર ઐતિહાસિક સપાટી વટાવતા નરેન્દ્ર મોદીએ નર્મદાના વધામણાં લીધા.

મા નર્મદાના નીરના વધામણા શ્રીફળ-ચુંદડી અર્પણ કરી મહાઆરતીથી કરાઇ

નર્મદા પૂજન આરતી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયા ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યભરમાં નર્મદાના નીરના વધામણા કરવા વિવિધ કાર્યક્રમો યોજાયા.

પીએમ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહમંત્રી ની ખાસ ઉપસ્થિતિ

કેવડિયા કોલોની ખાતે આકાર લઇ રહેલ વિવિધ પ્રવાસન પ્રોજેકટની વડાપ્રધાને મુલાકાત લીધી

સ્ટેચ્યુ પાસે આવેલ કેક્ટસ ગાર્ડનબટરફ્લાય ગાર્ડનએકતા વનની વડાપ્રધાને મુલાકાત લીધી.

500 થી વધુ જાતના કેકટસ જોઈને સીએમ પ્રભાવિત થયા

અસંખ્ય રંગબેરંગી પતંગિયા અને એક સાથે બટરફ્લાય ગાર્ડનમાં પીએમ મોદીએ મુક્ત કરતા ચહેરા પર માસૂમ બાળકોની જેમ ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીશના માં જન્મદિવસની ઉજવણી રાજ્યભરમાં ઉજવાઈ

નમામી દેવી નર્મદા મહોત્સવ મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં  કાર્યક્રમો યોજાયા

રાજપીપળા,તા.17

એન્કર :

ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ આજે તેની પૂર્ણ સપાટી 138.66 મીટરે ભરાઇ ગયો હતો અને તેની સાથે રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલી જતા આ ઉમંગને  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ઉત્સવમાં પલટી નાખ્યો હતો. અને નમામી દેવી નર્મદે મહોત્સવ સમગ્ર રાજ્યભરમાં ઉજવવાનું નક્કી નર્મદાના નીર ના વધામણા લીધા હતા,
વી ઓ :

યોગાનુયોગ આજે મોદીનો  જન્મદિવસ પણ હતો . પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમનું સ્વાગત કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે તેમને મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ સીધા કેવડિયા પહોંચ્યા હતા. ત્યાં પણ તેમનો ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. જ્યાં તેમને પ્રવાસીઓ માટે 15 થી વધુ  નવા આકર્ષણધરવતા  ઉભા કરેલ પ્રોજેક્ટ કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જેમાં નર્મદાના પ્રવાહમાં ખળખળ વહેતા રિવર રાફ્ટિંગકેક્ટસ ગાર્ડનડિઅર પાર્કએકતા વન,  જંગલ સફારી તેમજ પતંગિયાનું બટરફ્લાય ગાર્ડનનુ  નિરીક્ષણ કર્યું હતું. જેમાં રંગબેરંગી પાંચસોથી વધુ જાતના સુંદર કેટર્સ જોઈને મોદી પ્રભાવિત થયા હતા અને અધિકારીઓને વધુ આકર્ષક બનાવવા જરૂરી સુચના આપી હતી

 

.ત્યારબાદ બટરફ્લાય ગાર્ડનમાં એક સાથે સેંકડોની સંખ્યામાં રંગબેરંગી પતંગિયાઓ ભરેલી એક બેગ અને પીએમ મોદી ખોલીને પતંગિયાઓને સમૂહમાં મુક્ત કરતા અદભૂત દ્રશ્ય જોઈને મોદીના ચહેરા પર બાળક જેવી માસૂમિયત છવાઈ ગઈ હતી અને તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો હતો. ત્યારબાદ તેમણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસીઓને બનાવેલા રોજગાર લક્ષી વિવિધ કલાકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતુંઅત્રે માં વાડીના આદિવાસી કલાકારો એ કરેલ આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું મોદી મેટ્રો  કારમાં બેસીને સવારી નો આનંદ પણ લીધો હતો.

આજે પ્રધાનમંત્રીમંત્રીના  જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને નમામિ દેવી નર્મદે મહોત્સવ તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં યોજયો હતો. જેમની મોદીએ સૌની ઉપસ્થિતિમાં નીરના વધામણા કરાયા હતા.
વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફટીંગજંગલ સફારી પાર્કબટરફલાય ગાર્ડનએકતા નર્સરીવિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કર્યુ હતું
નર્મદા ડેમ આજે 138.66 મીટરની પૂર્ણ સપાટીએ છલકાતા  ગુજરાતના જનજનમાં નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સાથે આજે રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે  સાથે કરાઇ હતી. સાથે સાથે નદી કાંઠાતળાવોચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાઈ હતી. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ યોજાયા હતા
એ ઉપરાંત જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકોગુજરાતી ફિલ્મી કલાકારોલોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરી હતી . સાધુ-સંતોધર્મગુરૂઓસેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાયા હતા.

 

રિપોર્ટ : દીપક જગતાપ,  રાજપીપળા

Translate »
%d bloggers like this: