સિદ્ધપુર સિનિયર સિટીઝન સંગઠન દ્વારા રોગપ્રતિકારક શક્તિ માટે ગરમ ઉકાળો આપવાનો પ્રારંભ કરાયો

સિદ્ધપુર સિનિયર સિટીઝન સંગઠન દ્વારા રોગપ્રતિકારક શક્તિ માટે ગરમ ઉકાળો આપવાનો પ્રારંભ કરાયો.
કોરાનાની મહામારી સામેના યુદ્ધમાં નગરજનોની રોગપ્રતિકારક શક્તિ ક્ષમતા વધે એ માટે સિદ્ધપુર સિનિયર સિટીઝનનાં માનનીય અધ્યક્ષ શ્રી બલવંતસિંહજી રાજપૂત દ્વારા આજરોજ અમૃતપેય ગરમ ઊકાળાનો કાયઁક્રમનો પ્રારંભ આયુર્વેદ હોસ્પિટલ સિદ્ધપુરનાં ડૉ. ચારુબહેન શાહ સહયોગથી કરવામાં આવ્યો.

શ્રી સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠન, સિદ્ધપુરના ઉપક્રમે કોવિદ-૧૯ સામે રક્ષણાથેઁ રોગપ્રતિકારક શક્તિવધઁક અમૃતપેય કાયઁક્રમમાં પ્રમુખશ્રી વશરામભાઈ પટેલએ અધ્યક્ષ શ્રી બલવંતસિંહજી રાજપૂત વતી ઉદ્ઘાઘાટકશ્રી ડાૅ. ચારુબહેન શાહનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
gf
નાગરિકો લાભ લઇ કોરાનાથી, નગરને તથા જાતને બચાવવા સહકાર આપી ઉકાળો પીવા આવી રહ્યા છે.
પાંચ દિવસ ચાલનારા આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સિનિયર સિટીઝનનાં શ્રી વશરામભાઈ પટેલ પ્રમુખ, શ્રી ગોવિંદભાઈ દરજી મંત્રી, શ્રી બાબુભાઈ પ્રજાપતિ. ખજાનચી સહિત શ્રી જે.ડી.પટેલ, દામોદભાઈ ચોટલિયા, ધીરુભાઈ મોદી, મગનલાલ પટેલ, ઘનશ્યામભાઈ રાવલ, વી. કે. પટેલ, તથા કનુભાઈ પંચાલ (આયુર્વેદિક હોસ્પિટલ) અશોકભાઈ આચાર્ય સેવા આપી રહ્યા છે.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ સિધ્ધપુર

Translate »
%d bloggers like this: