સાબરકાંઠા જીલ્લાના કિન્નરો વડોદરા વાસીઓને વ્હારે

વડોદરા વાસીઓને વરસાદે બેહાલ કર્યા છે, કેટલાક વિસ્તારમાં તો લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા છે, ત્યારે હવે આ લોકોને વ્હારે આવ્યા છે સાબરકાંઠા જીલ્લાના કિન્નરો. જી હા, સાબરકાંઠા જીલ્લાના કિન્નરો વડોદરાવાસીઓની મદદ.

હિમતનગર ખાતે હાલમાં તૈયાર થઇ રહ્યા છે ફૂડ પેકેટ.પરંતુ તો આ ફૂડ પેકેટ કોઈ મહિલાઓ નહિ પણ થર્ડ જેન્ડર તરીકે જાણીતા કિન્નરો બનાવી રહ્યા છે. વડોદરાને વરસાદે ધમરોળી નાખ્યું ત્યારે હિમતનગરના કિન્નરો સમાચારોમાં આ જોતા તેમની માનવતાની સરવાણી જાગી ઉઠી અને તરત જ પોતાના પૈસે તેમણે વડોદરાવાસી માટે ફૂડ પેકેટ તૈયાર કરાવનું નક્કી કરી લીધું. આ સમગ્ર સેવાના કામમાં તેઓએ કોઈની પાસેથી પૈસાની મદદ નથી લીધી કે નાં બીજા કોઈ સાથની મદદ લીધી.બસ, તેમની જમાતના લોકો બેસી ગયા અને બનાવી દીધા ફૂડ પેકેટ. સામાન્ય રીતે કિન્નરોની છાપ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાની હોય છે, જો કે અહી કિન્નરોએ પોતાના એક બીજાજ સ્વરૂપના દર્શન કરાવ્યા અને પોતના પૈસા બીજા લોકોની મદદે આવ્યા.એ એમને માટે મોટામાં મોટી સેવા હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો.

Translate »
%d bloggers like this: