શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ડીપીમાં આગ લાગતાં દોડધામ

રાજપીપળા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ડીપીમાં આગ લાગતાં દોડધામ
રાજપીપળા, તા.27
 રાજપીપળા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા આંખની હોસ્પિટલ પાસે આવેલ ડીપીમા મોડી રાત્રે કોઈ વીજ ફોલ્ટ થતા આગ લાગી હતી. જેને કારણે મોડી રાત્રે વીજ પુરવઠો બંધ થઇ જતા અંધારપટ છવાઇ ગયું હતું. આ અંગે ટેલિફોન કંપની ને ફોન કરવા જતાં કોઈએ ફોન ન ઉપાડતા સ્થાનિકોએ પાણી લાવી આગને કાબુમાં લીધી હતી.
 આ ઘટના પાછળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લોકોએ જવાબદાર ઠેરવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીપી માં આગ લાગી તેના બે કલાક પહેલા ડીપીમાં ધડાકો થયો હતો. જેને કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ અંગે વીજ કંપનીને જાણ કરતાં વીજ કંપનીના માણસોએ નવા વાયરો નાખી સમારકામ કરી ડીપી રીપેર કર્યું હતું,  પણ મોડી રાત્રે ફરીથી એ જ ડીપીમાં ફોલ્ટ સર્જાતા ડીપીમા આગ લાગી હતી. આમ બે કલાક પહેલા ડીપીમા થયેલ સમારકામની પોલ ખૂલી ગઈ હતી.આ અંગે આગની ઘટનાની જાણ કરવા લોકોએ ફોન કરેલ પણ જીઈબી વાળાઓએ ફોન ઉપાડે નહીં. તેથી સ્થાનિકોને તે આગ બુજાવવા ની ફરજ પડી હતી, આમ રાજપીપળામાં વારંવાર થતા વીજ ફોલ્ટને કારણે દૂર થઈ જતી વીજળી અને લોકોને ગરમીમાં પરેશાન થવાનો વારો  આવતા હોય લોકોમાં વીજ કંપની સામે રોષ ફેલાયો હતો.
રિપોર્ટ:  દીપક જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: