છેલ્લા છ વર્ષથી ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને મહુવા ખાતેના તાજીયા જુલુસમાંથી ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર

 છેલ્લા છ વર્ષથી ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને મહુવા ખાતેના તાજીયા જુલુસમાંથી ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે *અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, વિ. મુજબના ગુન્હાના કામે લીસ્ટેડ નાસતો ફરતો આરોપી વસીમ ઉર્ફે વસીમ ખાલીદ ફકીર સ/ઓ મકબુલહુસેન જલાલી ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહેવાસી-હાલ-એ-૪, ફલેટ નં-૨૦૪, રોઝ એપાર્ટમેન્ટ મીરા રોડ (ઇસ્ટ) મુંબઇ મુળ-મકબુલ મંજીલ ભાદ્રોડ ગેઇટ પાસે મહુવા જી.ભાવનગર વાળાને મહુવા ખાતે વોરાવાડ શેરીમાં તાજીયાના ઝુલુસ માંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા વિગેરે જોડાયા હતા

ન્યુઝ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

16/10/2020

gf

Translate »
%d bloggers like this: