રાજુલા શહેર માં થી પરપ્રાતીય દારૂ પકડતી પોલીસ

*રાજુલા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ કી.રૂ.૭૮૪૦૦/- નો મુદામાલ ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ..


અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના તેમજ *નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના માર્ગદર્શન અન્વયે તા.૨૬/૦૮/૨૦૧૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી

એ.પી.ડોડિયા* તથા *પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા* તથા રાજુલા પોલીસ ટીમ રાજુલા ટાઉન વિસ્તારમા પ્રેટોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે રાજુલા બાઇપાસ પાસે રહેતા *મહમદહુસેન ઉસ્માલભાઇ પઠાણ* ના રહેણાક મકાને રેઇડ કરતા જેમના ઘરેથી *ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૬ કી.રૂ.૭૮૪૦૦/- મુદ્દામાલ* જથ્થો ઝડપાતા મહમદહુસેન ઉસ્માલભાઇ પઠાણ ને ધોરણસર અટક કરેલ તથા સાથેના બે આરોપી રણજીતભાઇ માણકુભાઇ વાળા તથા મનિષભાઇ વાધેલા વાળાઓ રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ હોય તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ મુદ્દામાલ*
(૧) *રોયલ ચેલેન્જ વ્હીસ્કી લીટર ૦૨ કંપની રીંગ પેક બોટલ નંગ- ૫૬*

આમ, *રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા* તથા *હેડ.કોન્સ ધનસુખભાઇ ઠાકરશીભાઇ* તથા *હેડ.કોન્સ દિનેશભાઇ વિનુભાઇ* તથા *પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ* તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ* રાજુલા પોલીસ ટીમે ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

અહેવાલ:-યોગેશ કાનાબાર.અમરેલી

Translate »
%d bloggers like this: