રેસક્યું કરી ફોરવ્હિલ કારને તળાવમાં ડુબતી બચાવી પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરતી ભાવનગર જીલ્લાની ગારીયાઘાર પોલીસ.
મે.પોલીસ અઘિક્ષક સાહેબ શ્રી ભાવનગર નાઓએ હાલમા ચોમાસુ ચાલતુ હોય અને ભારે વરસાદની આગાહી અને વરસાદ ચાલુ હોય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય અને આ બાબતે કાળજી રાખી કોઇ કોલ મળે તો ત્વરીત જગ્યા પર પહોંચી તાત્કાલીક કાર્યવાહિ કરવા જણાવેલ હોય,
જે સુચના આઘારે
આજરોજ સવારે ક.૦૭/૩૦ વાગે ગારીયાઘાર પોલીસ સ્ટેશનને વિરડી ગામના સરપંચ દ્રારા જાણ કરવામા આવેલ કે વિરડી ગામના પાણી ભરેલ તળાવમા એક ફોરવ્હિલ પડેલ છે તેમ ટેલીફોનીક વર્ઘી મળતા તાત્કાલીક ગારીયાઘાર પી.એસ.આઇ વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી પાણી ભરેલ તળાવમા ફોરવ્હિલ તરતી જોવામા આવતા જેથી તુરત જ નજીકમાંથી સ્થાનીક તરવૈયા તથા જેસીબી વાહન તથા જરૂરી સાઘનોની વ્યવસ્થા કરી વિરડી ગામનાં સરપંચ તથા ગ્રામજનોની મદદથી તાત્કાલીક સ્કોડા ઓકટીવીયા રજી નં.GJ 03 JC 8739 ફોરવ્હિલ ની બહાર કાઢવામાં આવેલ તેમજ આ કામે વાહન ચાલક/માલિક પંકજભાઈ રામોલિયા રહે. રણપરડા તા.જેસર વાળા સદરહુ ફોરવ્હિલ ના સનરૂફ થી બહાર નીકળી ગયેલ હોય અને સલામત છે.આ બનાવમાં કોઇ જાનહાની થયેલ નથી અને સદરહુ ફોરવ્હિલ કાર વાહન માલિક ને સોંપી આપેલ છે.
આ કામગીરીમા જોડાયેલ ટીમ
(૧) વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ
(૨) એમ.કે.મકવાણા હેડ કોન્સ
(૩) ભગવાનભાઇ સાંબડ પો.કોન્સ
(૪) ડી.કે.ગઢવી હેડ કોન્સ
(૫) છત્રપાલસિંહ સરવૈયા પો.કોન્સ
( ૬) જીતેન્દ્રભાઇ મકવાણા પો.કોન્સ