૧૮મી ડિસેમ્બરના રોજ શહેરા તાલુકાના મોરવા ( રેણા ) ગામે સવારે ચાલવા નીકળેલા ત્રણ ( ૩) નિર્દોષ સિનિયર સીટીઝન નો ભોગ લેનાર કાર ચાલક પોલીસ મથકે હાજર થયો. અકસ્માત સર્જ્યા બાદ નાસતો ફરતો આરોપી અંકિત પોલીસ ની ધોસ વધતા આખરે કોઈ ઉપાય કે સહારો ના જોવાતાં પોલીસ ના શરણમાં.

બ્રેકીંગ ન્યુઝ રેણા

૧૮મી ડિસેમ્બરના રોજ શહેરા તાલુકાના મોરવા ( રેણા ) ગામે સવારે ચાલવા નીકળેલા ત્રણ ( ૩) નિર્દોષ સિનિયર સીટીઝન નો ભોગ લેનાર કાર ચાલક પોલીસ મથકે હાજર થયો.
અકસ્માત સર્જ્યા બાદ નાસતો ફરતો આરોપી અંકિત પોલીસ ની ધોસ વધતા આખરે કોઈ ઉપાય કે સહારો ના જોવાતાં પોલીસ ના શરણમાં.
તારીખ ૧૮મી ડિસેમ્બરના રોજ શહેરા તાલુકાના મોરવા ( રેણા) ગામના ડૉ સુરેશભાઈ પટેલ,ગુણવંતભાઈ પટેલ,રણછોડભાઈ વાળંદ,નિલેશભાઈ પટેલ અને રમણભાઈ પારેખ તેઓના નિત્ય ક્રમ મુજબ વહેલી સવારે મોરવા ( રેણા ) થી ગોકલપુરા પાટિયા સુધી ચાલવા નીકળ્યા હતાં તે અરસામાં મોરવા ( રેણા ) ગામ તરફ થી આવતી એક કાર નંબર જીં જે ૧૭ બીએચ ૪૩૮૩ ના ચાલકે આગળ ચાલતા ડૉ સુરેશભાઈ પટેલ ,ગુણવંતભાઈ પટેલ અને રણછોડભાઈ વાળંદને અડફેટે લીધા હતા જેમાં ત્રણેવ ને કોઈ દવા સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળે જ તેઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે તેઓથી થોડા દૂર ચાલતા નિલેશભાઈ પટેલ અને રમણભાઈ પારેખનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.અકસ્માત બાદ કાર ચાલક અંકિત કાર ત્યાં મૂકી ભાગી છૂટ્યો હતો.છેલ્લા એક સપ્તાહથી અંકિત કોઈ ગોઠવણમાં હોય કે બિજુ કાંઈ પોલીસ થી બચવાની કોશિશ કરતો હતો પરંતુ પોલીસ ની ધોસ વધતા ગુરુવાર ના રોજ તેને શરણાગતિ સ્વીકારતા પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી અંકિતને જેલમાં મોકલી આપ્યો હતો.
બોક્સ
…અંકિત રાજેશભાઇ પટેલ રહેવાસી ગોકલપુરા તાલુકો શહેરા સરકારી કર્મચારી છે અને ગોધરા કોર્ટમાં તે કારકુન તરીકે ફરજ બજાવે છે.બીજી કોઈ ગોઠવણ થઈ જશે તેવી આશામાં છેલ્લા એક સપ્તાહથી પણ વધારે સમયથી ભાગતો ફરતો હતો પણ છેલ્લે તેને પોલીસ મથકે હાજર થવું જ પડ્યું.

રિપોર્ટર. ઉમેશ. ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: