પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ગામેથી પસાર થઈ રહેલ પાનમ સિચાઈ ની માઈનોર કેનાલ 0 થી 800 મીટર સુધી લાંબી  એટલી હદે જર્જરિત હાલતમા.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ગામેથી પસાર થઈ રહેલ પાનમ સિચાઈ ની માઈનોર કેનાલ 0 થી 800 મીટર સુધી લાંબી  એટલી હદે જર્જરિત હાલતમા.

પાનમ સિંચાઈ ની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માડ 100 મીટર સુધી પહોચે છે 

ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડુતો ને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે નજીક ના ખેતરોમા અને કોતરમાં વહી જાય છે  પાણી 

 

વર્ષો થી રજુઆત કરવાં છતા  કેનાલનુ સમાર કામ કરાતું નથી

પંચમહાલ જિલ્લાના ખેડૂતો એક તરફ શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ તંત્રના પાપે સિંચાઈ માટે પાણી પૂરું પાડનાર માઇનોર કેનાલ ખસ્તા હાલતમાં હોવાનું સામે આવ્યું  છે 800 મીટર લાબીં માઇનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો  સિંચાઈ પાણી  માટે વલખા મારી રહ્યા છે 

 


કમોસમી વરસાદ ના કારણે થયેલ પાક  નુકશાની ની ભરપાઈ થઈ નથી ત્યાંજ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ને નવી મુસીબત નો સામનો કરવાનો વારો આવ્યો છે શહેરા તાલુકાના નવા રેણા ગામ થી પસાર થઈ રહેલ પાનમ માઇનોર કેનાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કોતર માં વહી જાય છે જયારે કેટલોક પાણી નો જથ્થો કેનાલ નજીક આવેલ ખેતરોમાં  ફરીવરે છે જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે રેણા ગામ ના 0 થી 800 મીટર સુધી લાંબી માઇનોર  કેનાલ એટલી હદે જર્જરિત છે કે પાનમ સિંચાય ની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માંડ 100 મીટર સુધી પહોંચે છે બાકીનું પાણી નજીક ના ખેતરોમાં અને  કોતર માં વહી જાય છે  ખેતરો માં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો ને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે  તો બીજી તરફ છેવાડા ખેતરો સુધી પાણી ન પહોંચતા ત્યાંના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે રવિ પાક માટે પાણી ન મળતા તેઓ સીઝન પાક ખેતી કરી સકતા નથી  તેવામાં હાલ ખેડૂતો ની હાલત વધુ કફોડી બની છે   

કમોસમી વરસાદ ના વાદળો માંડ છટાયા ત્યાંજ જર્જરિત કેનાલો  ખેડૂતો માટે નવી મુસીબત સમાન સાબિત થઈ રહી છે હાલ શિયાળુ પાક લેવામાટેની તૈયારી કરી રહેલ ખેડૂતો જર્જરિત કેનાલ ના કારણે ભારે મુસીબત માં મુકાયા છે 

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: