પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા આયોજિત સતત આઠમા વરસે શેરી ગરબા મહોત્સવનુ ભવ્ય આયોજન

પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા આયોજિત સતત આઠમા વરસે શેરી ગરબા મહોત્સવનુ ભવ્ય આયોજન

પહેલા નોરતા થી ત્રણ દિવસ શેરી ગરબાની રમઝટ થી રાજપીપલા ની શેરીઓ ગુંજી ઉઠશે

લુપ્ત થયેલા શેરી ગરબાને જીવંત કરવાનો સતત આઠમા વર્ષે પ્રેસ ક્લબ નર્મદા નો સ્તૂત્ય પ્રયાસ

રાજપીપલા , તા 27

પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા આયોજિત સતત આઠમા વરસે શેરી ગરબા મહોત્સવનુ આયોજન કરેલ છે .સંસ્કાર નગરી રાજપીપલા મા વર્ષો પહેલા રમાતા અસલી શેરી ગરબાઓ વર્ષોથી બંધ થઇ જતા અસલી શેરી ગરબા ની સંસ્કૃતી ને જીવંત રાખવા એક માત્ર પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા દ્વારા ચાલુ વર્ષે સતત આઠમા વર્ષે શેરી ગરબા હરીફાઈ નુ આયોજન કરવા મા આવ્યુ છે. જેમા તા 29અને 30સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબર એમ ત્રણ દિવસ શેરી ગરબા ની રમઝટ થી રાજપીપલા ની શેરીઓ ગુંજતી થઇ જશે .
જેમા 1)બેસ્ટ શેરી ગરબા હરીફાઈ 2)બેસ્ટ શેરી શણગાર હરીફાઈ અને 3)સ્વચ્છ શેરી હરીફાઈ નુ આયોજન કરેલ છે જેમા વિજેતાઓને રોકડ ઇનામ , ટ્રોફી , પ્રમાણપત્ર અને ભાગ લેનાર તમામ બહેનોને લ્હાણી આપશે .


29મીએ શેરી ગરબા મહોત્સવ નુ ઉદ્ઘાટન રાજનગર હાઉસ રો સોસાયટી મામહાનુભાવો ની ઉપસ્થિતી મા સમૂહ મહાઆરતીથી થશે .જેમા પ્રથમ ત્રણ ટોપ 3 વિજેતા ટીમ તા. 4.10.19ના રોજ સરદાર ટાઉન હોલ મા પ્રેસ ક્લબ ના યોજાનાર નવરાત્રી રાસગરબા મહોત્સવ મા પરફોર્મ પણ કરશે .એમપ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ અને મંત્રી આશિક પઠાણ ની યાદીમા જણાવાયુ છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: