7 મી આર્થિક ગણતરીનો રાણપુર ખાતે શુભારંભ… મોબાઇલ એપ્લીકેશન દ્રારા પ્રથમ વખત આર્થિક મોજણી હાથ ધરાશે.

7 મી આર્થિક ગણતરીનો રાણપુર ખાતે શુભારંભ…
મોબાઇલ એપ્લીકેશન દ્રારા પ્રથમ વખત આર્થિક મોજણી હાથ ધરાશે.


રાજ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો શુભારંભ માન. મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે કરાવ્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ આર્થિક ગણતરીના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના 100% સુપરવિઝનની કામગીરી, ભારત સરકાર દ્વારા Common Service Centre (CSC)ને સોંપવામાં આવી છે. જેમા બોટાદમા તારીખ ૨૦-૦૧-૨૦૨ ના રોજ બોટાદ જીલ્લા કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તા,જીલ્લા વિકાશ અધિકારી શ્રી લલીતનારાયણ સિંઘ સાંદુ તથા જીલ્લા આકડા અધિકારી શ્રી બી.કે.જોશી દ્વ્વારા સાતમી આર્થિક ગણતરીનો સુભારંભ કરવામા આવ્યો.
તે અંતર્ગત આજ રોજ રાણપુર ગ્રા.પં ખાતે તલાટી ક્મ મંત્રી શ્રી હસમુખભાઇ પરમાર , સરપંચ શ્રી મનહરભાઇ પંચાળા અને CSC જીલ્લા મેનેજર શ્રી વિપુલભાઇ દેશાણી ઉપસ્થિત રહી રાણપુર ગામે સર્વે ની શરૂઆત કરવામા આવી હતી.
આ આર્થિક ગણતરી અન્વયે જીલ્લાના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓ અને ઘરની બહાર કોઇ ચોક્કસ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે, લારી-પાથરણા, રિક્ષા વિગેરે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓની માહિતી એકત્ર કરવામાં આવનાર છે. દુકાન, ઓફિસો, કારખાના વિગેરે પ્રકારની ચોક્કસ જગ્યાએ ચાલતી આર્થિક પ્રવૃત્તિઓની માહિતી જે તે સ્થળે જઈને એકત્ર કરવામાં આવશે. તેથી બોટાદ ની જાહેર જનતાને આર્થિક સર્વે મા સાથ સહકર અને સાચી માહિતી આપવા અપીલ કરવામા આવે છે.

રિપોર્ટ. ગોરાહવા ઉમેશ

Translate »
%d bloggers like this: