આજ રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ની ખેડૂત પેનલ ની ચૂંટણી માટે મળેલી મીટીંગ માં હીરાભાઈ સોલંકી દ્વારા જંગી મતદાન કરવા અપીલ કરી હતી.

રાજુલા માર્કટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલ ની 4 જ્યારે ખરીદ વેચાણ સંઘ ની 2 મળી ભાજપ પ્રેરિત પેનલ ની 6 બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે હવે ખેડૂત પેનલ માં 10 બેઠકો માટે આગામી 4 ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે ત્યારે આ પેનલ ને વિજયી બનાવવા નમ્ર અપીલ કરું છું.

આપ જાણો છો છેલ્લા પાંચ વર્ષમાં જીજ્ઞેશભાઈ પટેલ ના પ્રમુખ કાળમાં સિંચાઇ માટે પાણી હોય કે ટેકાના ભાવ હોય કે પછી પાક વિમાનો પ્રશ્ન હોય સતત ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કર્યો છે.

ત્યારે આ વખતે સર્વ જ્ઞાતિના આગેવાનો એવા કનુભાઈ કલસરિયા ખીમભાઈ ઝીંઝાલા છગનભાઇ ધડુક મનુભાઈ ધાખડા પિઠાભાઈ નકુમ અમરીશભાઈ વરુ રમેશભાઈ વસોયા અરજણ ભાઈ વાઘ મધુભાઈ વોરા અને જાસુભાઈ સોડવાડિયા સહિતના આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ ભાજપ પ્રેરિત પેનલ ને જંગી બહુમતી થી વિજયી બનાવી આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી જિલ્લા પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા ના હાથ મજબૂત કરીએ.

Translate »
%d bloggers like this: