રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી

રાજુલા
08.08.3019
રાજુલામા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામા આવી

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસ ઉજવાયો.રાજુલા કુમાર શાળા ન.૩ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,ડો.મયુર ટાંક,સ્કુલના પ્રિન્સિપાલ જીતુભાઇ બોરીચા,સંજયભાઈ દવે,નયનભાઈ સોની,કુબાવતભાઈ,બકુલભાઈ પંડયા અને જીજ્ઞેશભાઈ કાકડિયા દ્વારા ઉજવણી કરી કામગીરી શરૂ કરવામા આવેલ.જેમા હેલ્થ,આઇસીડીએસ અને શિક્ષણ વિભાગના સ્ટાફ દ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને શાળાએ જતા કે ન જતા તેમજ આગણવાડીએ જતા કે ન જતા તમામ બાળકોને નિઃશુલ્ક કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવશે અને જે બાળકો બાકી રહેશે તેમને આગામી ૧૬ ઓગસ્ટના રોજ મોપ અપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે જે ડો.કલસરિયા દ્વારા જણાવવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.
યોગેશ કાનાબાર
રાજુલા
9824861414

Translate »
%d bloggers like this: