રાજુલા માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજુલા લાયન્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ની સ્થાપના થયાના ટૂંકા સમયમાં જ રાજુલા લાયન્સ ક્લબ દ્વારા તેમજ કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ના સહયોગ થી આજે સર્વપ્રથમ કાર્ય બ્લડ ડોનેશન કેમ્પ થી શ્રી ગણેશ કરેલા છે ત્યારે આજે રાજુલા શહેર ની કેલોરેકસ પબ્લિક સ્કૂલ ભેરાઈ રોડ ઉપર આજે સવારના નવ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ જેમાં રાજુલા શહેર ના જેબી લાખણોત્રા તેમજ બીપીનભાઇ મહેતા મુખ્ય અતિથિ વિશેષ હાજર રહીને દીપ પ્રાગટ્ય કરીને આ કૅમ્પની ખુલ્લો મૂકેલ સાથે સાથે કેલોરેકસ પબ્લિક સ્કૂલ તેમજ

લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ જેમાં રાજુલા લાયન્સ ક્લબ ના સંકલ્પ મુજબ રાજુલા શહેરને હરિયાળુ બનાવવા કેલોરેકસ પબ્લિક સ્કૂલમાં સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ આયોજનમાં 72 બોટલ એકત્રિત થવા પામેલ છે ત્યારે આ કાર્ય રાજુલા લાયન્સ ક્લબ માટે ખુબ જ પ્રશંશા કારક છે આજના કાર્યક્રમમાં લાયન્સ ક્લબના તમામ મેમ્બરો તેમજ વેપારી આગેવાનો તેમજ ડોક્ટર મિત્રો વિગેરે ખાસ ઉપસ્થિત રહેલ તેમજ બ્લડ બેન્ક મહુવાની નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ તેમના સ્ટાફ સાથે આ સેવા કાર્ય માં પોતાની સેવા આપેલ

યોગેશ કાનાબાર ..અમરેલી

Translate »
%d bloggers like this: