ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા રાજુલા ડે. મામલતદાર શ્રી (પ્રાંત) ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ

*ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા રાજુલા ડે. મામલતદાર શ્રી (પ્રાંત) ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ*

તા.22, જુલાઈ, રાજુલા.
કોરોના (Covid-19) ની સારવાર ને ભારત સરકાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના માં સમાવેશ કરી નિ:શુલ્ક કરવાની રાજુલા મમલદારશ્રી ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી નાં અમરેલી જીલ્લા પ્રમુખ ભાણાભાઇ ગુંજરીયા,અશોકભાઇ મકવાણા વગેરે એ માંગ કરી છે.

કોરોના મહામારી એ માજા મુકી છે. અમીર ગરીબ સૌ કોઈ આજે સંક્રમિત થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો માં સારવાર માટે જગ્યા નથી. લોકો ભય નાં ઓથાર નીચે જીવી રહ્યા છે.
ભારત માં કોરોના મહામારી નો ફેલાવો રોકવા લોકડાઉન કરવામાં આવ્યું જે સદંતર નિષ્ફળ ગયું છે. લોકડાઉન થી ધંધા રોજગાર બંધ રહેતા લોકો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. કોરોના મહામારી માં આજે પણ ધંધા ઉદ્યોગ બંધ જેવી સ્થિતિ માં જ છે. લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે.
આર્થિક પાયમાલી અને કોરોના મહામારી નાં વધતું સંક્રમણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબુરી નો ભય લોકો ને બતાવી રહ્યો છે. કોરોના ની મોંઘી સારવાર લેવા નો ભય દૂર કરવાનાં નિર્ણય લેવા માટે ભારત સરકાર આગળ આવે એ સમયની માંગ છે. સરકાર (Covid-19) ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી છે. જનહિત માટે ની માંગ સ્વીકારાઈ એ અતી આવશ્યક છે. લોકો ની તકલીફો સમજી તાત્કાલિક કોરોના ની સારવાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા અંગે કેટલો ઝડપથી નિર્ણય લેવામાં આવશે અને લોકો ને ક્યારે રાહત મળશે એ જોવું રહ્યું.

અહેવાલ:-અશોક મકવાણા
(રાજુલા/અમરેલી)

Translate »
%d bloggers like this: