રાજુલાના મોરંગી ગામે ડુંગળી ના કારખાનાની મંજૂરી નહિ આપવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કરી

રાજુલા તાલુકાના મોરંગી ગામની જમીન પર ડુંગળી નું કારખાનું શરૂ કરવાની પેરવી થતા ની સાથે ગ્રામજનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરી

કરીને રજૂઆત કરી છે જાણવા મળતી માહિતી મુજબ મોરંગી ગામના ખેડૂત પાસે થી ખેતીની જમીન ખરીદી લીધા બાદ આ જમીન પર ડુંગળી નું ડીહાઈડેશન ફેક્ટરી ખોલવા માટે કલેકટર પાસે બિનખેતી ની મંજૂરી માંગવાની તૈયારી શરૂ થતાં જ 200 પરિવારોએ કલેકટર સામે ધા નાખી છે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ખેતીની જમીન પર પાકનું ઉત્પાદન કરવામાં આવે તો કોઈ જ વાંધો નથી

પરંતુ જો ફેક્ટરી બનાવવા મા આવશે તો કારખાના નો ધુમાડો અત્યંત પ્રદૂષણ ફેલાવો થશે તેથી લોકોને હાની કારક ધુમાડો હોવાથી લોકોના સ્વાસ્થ્ય માં પણ તકલીફ થશે તેમજ આરોગ્ય પણ હાનિકારક હોવાથી ગ્રામજનોએ કલેકટરશ્રીને આવેદન પત્ર આપ્યું તેમજ ડાયો ટેશન માં વપરાતા મશીનરી ના અવાજો તેમજ ફેલાતી ગંદકી થી મોટું નુકસાન થશે જેથી ગરીબ પરિવારોને મજુરી છોડી દવાખાને જવું પડે તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થશે તેમજ 200 જેટલા પરિવારો ને હિજરત કરવાની ફરજ પડશે તે માટે ખેતીની જમીન પર ફેક્ટરી ખોલવાની મંજૂરી આપવામાં નો આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે ગામ લોકો દ્વારા કહ્યુ હતું કે હમારા મોરંગી ગામમાં બે ફેક્ટરીઓ છે અને આ ત્રીજી થશે તો ગામમાં રહેવુ પણ મુશ્કેલ બની જશે બે ફેક્ટરીઓ ના કારણે ગામ લોકો ને ઘણા રોગો પણ છે અને ગામ લોકો નુ કહેવું છે કે ગામથી બે કિલોમીટર દૂર મંનજુરી આપો ગામમાં નહી જો ગામમાં ફેક્ટરી ની મંજુરી આપવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

Translate »
%d bloggers like this: