રાજુલાના ચાંચ બંદર ગામ ના સરપંચ સહિત ગ્રામજનોએ ખાડી ઉપર પુલ બનાવવા આપ્યું આવેદનપત્ર.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામ ના સરપંચ સહિત ગ્રામજનોએ ખાડી ઉપર પુલ બનાવવા માંગ કરી જો સરકાર દ્વારા યોગ્ય માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું.
રાજુલાના ચાંચ ખેરા પટવા સહિતના ગ્રામ જનો મજૂર વર્ગ હોવાથી મજુરી માટે ગુજરાતના અન્ય સ્થળો ઉપર સ્થળાંતર થવું પડે છે…..
રાજુલાના ચાંચ બંદર ખેરા પટવા સહિતના લોકોને મંજૂરી માટે બહાર જાય તો તેમના બાળકોને સાથે લઈ જવા પડે પણ જો યોગ્ય ન્યાય મળે અને ખાડી ઉપર પુલ બનાવવામાં આવે તો ઘરે રહી ને બાળકોને બનાવી શકાય અને રોજગારી પણ મળી રહે…
અને હાલ રાજુલા થી ચાંચબંદર જવા દાતરડી પાંચ પીપર ખેરા પટવા થઈ ને ફરી ને જવુ પડે છે જે ૪૫ કિલોમીટર જેટલુ થાય છે જે જવા આવવા ના ૯૦ કિલોમીટર થાય છે અને રસ્તો પણ ખૂબ ખરાબ છે
જેથી લોકો નો સમય બરબાદ થાય છે અને દેશ નુ કિંમતી ખનીજ તેલ ઈંધણ પણ બરબાદ થાઈ છે જેનો વાર્ષિક હિસાબ કરીયે તો હજારો લિટર ઈધણ ના લાખો રૂપિયા થાય છે
બંદર ખાડી ઉપર ૯૦૦ ફૂટ લાંબો પુલ બનાવવામાં આવે તો ગામડાઓમાં રહેતા મજૂર વર્ગ પોતાના ઘરે રહી આસપાસના ગામડાઓમાં ખેત મજૂરી પણ કરી શકે તેમ જ આસપાસ આવેલી કંપનીઓમાં અપડાઉન કરી શકે…..
તેમજ લોકો ગામમાં જ રહે બાળકો પણ ઘરે રહી રેગ્યુલર શિક્ષણ લઇ શકે તેમજ આ લોકોને યોગ્ય સારવાર પણ મળી રહે તેમજ ઈમરજન્સી કેસ હોય અથવા ડીલેવરી ના કેસ પણ યોગ્ય રાહત મળી શકે….
ખાડી ઉપર પુલ ન હોવાથી ચાંચબંદર ખેરા પટવા સહિતના લોકો ખૂબ જ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે તેમજ યોગ્ય સારવાર ન મળવાથી મૃત્યુ પણ થયા છે તેમજ સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખાડી ઉપર પુલ બનાવવા માંગ કરી છે.