મિશન મંગલમ્ યોજના હેઠળ રાજુલા તાલુકાના કથીવદર પરા ગામમાં એસ.બી.આઈ.ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા પાપડ મેંકીંગ ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું


અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ.તાલીમ સંસ્થા દ્વારા બહેનો ને વિવિધ પ્રકારની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે તે સંસ્થાનો મુખ્ય હેતુ બેરોજગારી દૂર કરી જરૂરીયાતમંદ લોકોને રોજગારી મેળવી તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.

અને ખાસ તો મંડળો સાથે જોડાયેલ બહેનો ગ્રુપમાં પણ એક સાથે કામ કરી ને પોતાનો ગૃહઉદ્યોગ સ્થાપી શકે તેવા ઉમદા હેતુથી કથીવદર ગામે પાપડ મેકીંગ ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતુ . આ કાર્યક્રમમાં હાજર રહેલ સંસ્થાના એસ.બી.આઈ.ના ડાયરેક્ટર મેઘાણી સર દ્વારા બહેનો વઘુમાં વઘુ તાલીમનો લાભ લઈને સાચા અર્થમાં આત્મનિર્ભર બને એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે,

તાલુકા વિકાસ અધિકારીશ્રી તેરૈયા સર દ્વારા બહેનોને મળતા સરકારી યોજનાના લાભો અને સખી મંડળ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.બી.આઈ.ના ડાયરેક્ટર મેઘાણી સર, તાલુકા.વિકાસ અધિકારીશ્રી તેરૈયા સાહેબ ટ્રેઈનર તરુનાબેન દેવાણી, ફેકલ્ટી ફિરોજભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સ્ટાફ,ટી. એલ.એમ.માધવીબેન, તેમજ ગામના યુવા કાર્યકર મનીષભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરોજભાઇ રાઠોડે કર્યું હતું

Translate »
%d bloggers like this: