રાજુલાના વાવેરા ગામે ધનવંતરી રથ અને પ્રોપર ના સ્ટાફ દ્વારા કોરોના મહામારીમા કરાતી સુંદર કામગીરી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીએ જયારે ભરડો લીધો છે અને કેસોમા સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લા કલેકટરશ્રી આયુષ ઓક,ડીડીઓશ્રી તેજસ પરમાર અને જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ દ્વારા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની તાત્કાલિક નિમણૂંક કરી ધનવંતરી રથ કાયઁરત કરવામાં આવેલ જે અનુસંધાને રાજુલાના વાવેરા સહિત ગામોમા ડૉ.હરેશ હડિયા સાથે મ.પ.હે.વ.કલ્પેશ ભાઈ બારૈયા ગોરાંગભાઈ સોની તેમજ નસિઁગ સ્ટાફના

પાયલબેન લાડુમોર અને ઉવિઁશાબેન ગઢાદરા,,વંદનાબેન ત્રિવેદી, યોગેશ્વરીબેન ઠાકર અને પ્રતિભાબેન મહેતા સહિતના સ્ટાફ દ્વારા-ગામ લોકોના ઓક્સિજન લેવલ,નાડીના ધબકારા તેમજ શરીરનું તાપમાન સહિતની રૂટિન તપાસ કરી આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવા તેમજ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સ્ક્રીનિગ દરમિયાન મળેલ ફલુ વાળા શંકાસ્પદ દર્દીઓ અને જરૂર જણાય તેમના રેપીડ ટેસ્ટ કરવાની સુંદર કામગીરી ધનવંતરી રથ આને પ્રોપર ના સ્ટાફ ડોક્ટરો અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.લોકો દ્વારા પણ રેપીડ ટેસ્ટ કરાવવા સહકાર મળી રહે તેવા પ્રયાસો પ્રાંત અધિકારી ડાભી સાહેબ દ્વારા થઈ રહેલ છે તેમજ જરૂર પડ્યે રથની મુલાકાત કરી જરૂરી સુચનો આપી કામગીરીને વેગ આપવાના પ્રયત્નો કરાઈ રહયા છે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને સુપરવાઇઝર સંજયભાઈ દવે દ્વારા પિંક અને એમ્બર હોટસ્પોટ એરિયા કવર કરી રથની કામગીરીનું મોનિટરીગ અને સુપરવિઝન કરવામાં આવી રહ્યુ છે જે યાદીમા જણાવેલ છે.

Translate »
%d bloggers like this: