રાજુલા નગરપાલિકામાં આજે જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવી
રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકા માં નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ નિમાયા બાદ આજે સર્વપ્રથમ પ્રમુખ સ્થાને આ બોર્ડ બોલાવવામાં આવ્યું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર તેમજ તમામ સભ્યો હાજર રહેલા જેમાં વિવિધ ચર્ચાઓ અને મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી જેમાં ક્યારે પણ ન મુકાયા હોય તેટલા મુદ્દા આજે આ બોડ માં મુકવા માં આવિયા જેમાં 68 જેટલા મૂદા આ બોડ માં મુકાયા હતા જેમાં રાજુલા શહેરમાં શ્રીકૃષ્ણ દ્વારેથી શહેરના મુખ્ય મુખ્ય ચોક તેમજ દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂર હશે તેવા વિસ્તાર માં સીસીટીવી કેમેરા મુકવા માટેનો મુખ્ય મુદ્દો આ બોર્ડમાં રહેલ તેમજ શહેર માં પાણી લાઈટ રસ્તા જેવી અનેક સમસ્યાઓ બાબતે આજે ચર્ચા કરવા માં આવેલ જે તમામ બાબતે આ બોર્ડ આજે મળેલું જેમાં આજની આ સમિતિમાં કારોબારી ચેરમેન તરીકે ચંદ્રિકાબેન રમેશભાઈ દવે જે કારોબારી ચેરમેન તેમજ ગિરધરભાઈ ઉનાગર શિક્ષણ ચેરમેન તેમજ ભરતભાઈ સાવલિયા બાંધકામ ચેરમેન સાથે વિવિધ રચનાઓ આ બોર્ડમાં કરવામાં આવેલ જ્યારે આ સિવાય શહેરની અંદર બાગ બગીચા અને રમતગમત માટેની વિચારણા પણ આ બોર્ડમાં કરવામાં આવેલ વિવિધ ચર્ચાઓ વિવિધ મુદ્દાઓ સાથે આ બોર્ડ ખુબજ સારી રીતે અને સંપૂર્ણ સભ્યોના સાથે સહકારથી તમામ મુદ્દાઓ પૂર્ણ કરવામાં આવશે તેવું પણ પ્રમુખ અને ઉપપ્રમુખે સાથે ચીફ ઓફિસર એ જણાવેલ રાજુલા નગરપાલિકા માં ચીફ ઓફિસર શહેરના વિકાસ માટે ખુબ જ પ્રયત્નશીલ છે ત્યાંરે નવા નિમાયેલા પ્રમૂખ ઘનશ્યામભાઈ લાખણોત્રા એ જણાવેલ કે અમે શહેરમાં જે કંઈ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોને હલ કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યાંરે થોડો સમય શહેરીજનો પણ અમને સહકાર આપે તેઓ મીડિયા સમક્ષ જણાવ્યું આ પાલિકાના યુવાન અને વેપારી એવા ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કરે પણ જણાવેલ કે શહેરના વેપારીઓએ જે અમારી ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ અડીખમ રહેશે તેવા જ પ્રયત્નો અમે ને અમારી ટિમ કરીશું પરંતુ આમાં નગરજનો તેમજ વેપારીઓ અમને સાથ અને સહકાર આપે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું નવા નિમાયેલ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ રાજુલા ના પી.આઈ. ઝાલા એ જણાવેલ કે જ્યા જરૂર હશે ત્યાં સીસીટીવી લગાવવામાં આવશે અને જેનાથી ચોરી લૂંટફાટ તેમજ અસામાજિક તત્વો ઉપર નજર રાખી શકાશે આજના આ બોર્ડ માં રાજુલા ના ધારાસભ્ય અમરીશભાઇ ડેર હાજર રહી ને માર્ગદર્શન પૂરું પાડેલ..