પીપાવાવ મરીન પો.સ્‍ટે. ના ભેરાઇ ગામની સીમમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ તથા મોટર સાયકલો તથા મોબાઇલ ફોન તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૯૮,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૦ નાં રાજુલા તાલુકાનાં ભેરાઇ ગામની સીમમાં, બલાડદેવ માતાનાં મંદિર સામે આવેલ નકાભાઇ જીણાભાઇ રામનાં ખેતર પાસે ખુલ્‍લી જગ્‍યામાં કેટલાક ઇસમો વાહનો સાથે ભેગા થઇ જાહેરમા તીન પતીનો પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલો તથા મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
1️⃣ ભગવાનભાઇ દેવકરણભાઇ રામ, ઉ.વ.૩૫, રહે.ભેરાઇ તા.રાજુલા જી.અમરેલી.
2️⃣ લોમાભાઇ ભગવાનભાઇ વાઘ, ઉ.વ.૪૦, રહે.રામપરા તા.રાજુલા જી.અમરેલી.
3️⃣ લાલાભાઇ જીલુભાઇ પટાટ, ઉ.વ. ૨૫, રહે. હિંડોરણા, તા.રાજુલા જી.અમરેલી.
4️⃣ બાલાભાઇ બોઘાભાઇ બલદાણીયા, ઉ.વ.૭૦, રહે.ડુંગર તા.રાજુલા જી.અમરેલી.
5️⃣ બુધાભાઇ બાભાભાઇ બદલાણીયા, ઉ.વ.૩૦, રહે.ડુંગર તા.રાજુલા જી.અમરેલી.
6️⃣ લાલાભાઇ ભગવાનભાઇ રામ, ઉ.વ.૨૫, રહે.ભેરાઇ તા.રાજુલા જી.અમરેલી.
7️⃣ ભરતભાઇ વિરાભાઇ રામ, ઉ.વ.૨૬, રહે.ભેરાઇ તા.રાજુલા જી.અમરેલી.
પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૪૩,૨૦૦/- તથા મોટર સાયકલ – ૨ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૪ કિં.રૂ.૫,૦૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિંરૂ.૦૦/૦૦ નાં મળી કુલ કિં.રૂ.૯૮,૨૦૦/- નો મુદામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: