રાજુલા શહેર ભાજપ દ્વારા ઉકાળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

આજ રોજ રાજુલા શહેર ભાજપ દ્વારા દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસની ઉજવણી ના ભાગ સ્વરૂપે સેવા સપ્તાહના અનુસંધાને શહેર ભાજપ દ્વારા બસ સ્ટેશન પાસે ઉકાળા નો કાર્યક્રમો કરવામાં આવ્યો.આ તકે જિલ્લા ભાજપના તથા રાજુલા શહેર ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલા શહેરના લોકોમાં પ્રતિરક્ષણાત્મક અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના વાયરસ સામે લડવા માટે આગવો ઉપાય હોય તો તે રોગપ્રતિકારક શક્તિ વધારવી. શરીરની કુદરતી સુરક્ષા વ્યવસ્થા (રોગપ્રતિકારક શક્તિ) એ આપણું આરોગ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેર માં આ વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે રક્ષણાત્મક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.અમરેલી જિલ્લા યુવા ભાજપના વનરાજ વરૂ ની અખબારી યાદી દ્વારા જણાવાયું હતું.

Translate »
%d bloggers like this: