રાજ્યના પોલીસ દળમાં વિવિધ ૭૬૧૦ જગ્યાઓ પર ભરતીની જાહેરાત,ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા મુખ્યમંત્રી ને કરેલ સફળ રજૂઆત

હાલ ગુજરાત રાજ્ય નાં પોલીસ વિભાગમાં સ્ટાફ ની ઘટ છે તેમજ બીજી તરફ રાજ્યમાં લાખો બેરોજગારો યુવાનો છે ત્યારે લોક ડાઉન દરમિયાન રાજુલા યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ડી.જી.પી શ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવેલ છે કે ,

હાલ ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટમાં પોલીસ સ્ટાફની ઘટ છે , જે અંતર્ગત આપશ્રીનું ધ્યાન દોરવા માંગું છું કે , અગાઉ L.R.D ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા તમામ ઉમેદવારો કોરોના સામેની લડાઈમાં તેઓનું આંદોલન બંધ રાખી ગુજરાતની રક્ષા માટે નિઃસ્વાર્થ ભાવે , વિનામૂલ્ય , સ્વૈચ્છીક રીતે પોતાની સેવા આપવા અરજી કરી છે , ત્યારે આવા કટોકટીના સમયમાં આ ઉમેદવારોની મદદ લઇ તેઓને સેવા કરવાનો મોકો આપવો જોઈએ તથા ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે થોડા દિવસો પહેલાં રાજ્ય સરકાર નાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં વિવિધ સંવર્ગ કુલ ૭૬૧૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે જેની ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં યોજવામાં આવશે.

 

Translate »
%d bloggers like this: